બીજી છોકરી કે છોકરા સાથે તમારા પતિ કે પત્ની ચાલુ છે? આ રીતે કરો સીધા

200

દામ્પત્યજીવન સુખરૂપ પસાર થાય એ માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તે ખૂબ જ જરૂરી છે, જ્યારે બેમાંથી કોઈ એક વિશ્વાસભંગ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સંબંધોમાં કડવાશ ભળી જતી હોય છે. આજે આપણે એક એવા દંપતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. કોલેજકાળથી જ અમર રંગીન મિજાજનો હતો. પોતાના આકર્ષક વ્યક્તિત્વના કારણે તેના તરફ કોઈપણ યુવતી આકર્ષણ અનુભવતી,

પરંતુ ખરી સમસ્યા ત્યારે સર્જાઈ જ્યારે તેનાં લગ્ન થયાં પછી પણ તેનામાં કોઈ પ્રકારનું પરિવર્તન ન આવ્યું. તેણે આયેશા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં, લગ્ન પછીના કેટલાક દિવસો સુધી બંનેના સંબંધો સારા રહ્યા, પરંતુ તેણે ફરી પતંગિયા જેવી છોકરીઓ પાછળ દોડવાનું શરૂ કરી દીધું હતું. પરિણામે તેનું લગ્નજીવન ભાંગી પડવાની અણી પર ઊભું હતું.

શ્રુતિના શુભેચ્છકો તથા કુટુંબીજનોએ રમેશ સાથે લગ્ન ન કરવાની સલાહ શ્રુતિને આપી હતી, પરંતુ એ સલાહને અવગણીને પણ તેણે રમેશ સાથે લગ્ન કર્યા હતા. શ્રુતિને તેના પતિ રમેશ પર અનહદ વિશ્વાસ હતો. બંનેનાં પ્રેમલગ્ન હતાં. શરૂઆતથી જ સુંદર છોકરીઓ પાછળ દોડવાની રમેશને આદત હતી.

તેને પોતાના પ્રેમ પર વિશ્વાસ હતો, પરંતુ શ્રુતિનો વિશ્વાસ ભંગ ત્યારે થયો જ્યારે પાડોશમાં રહેતી શાંતા સાથે તેણે પતિને કઢંગી હાલતમાં જોયો. ત્યાર પછી બંને વચ્ચે અવારનવાર તકરાર થવા લાગી અને વાત છૂટાછેડા સુધી પહોંચી.  જ્યારે તમને જાણ થાય કે તમારો પતિ રંગીન તબિયતનો છે.

અને તે ખુદ સુધરવાની ઈચ્છા રાખતો નથી ત્યારે તમારે લડાઈ ઝઘડો કર્યા વગર સમજદારીપૂર્વક કામ લેવું જોઈએ. રંગીન મિજાજના પુરુષ સમાજ તથા કુટુંબની બધી જ મર્યાદાઓ તરફ બેધ્યાન બની, નવી નવી છોકરીઓને ફસાવતા રહે છે. વારંવાર સમજાવવા છતાં પણ પતિ ન માને તો તેની સાથે ‘જેવા સાથે તેવા’ જેવોે વ્યવહાર  કરવો જોઈએ.

પતિને કાયમ તમારું સાંનિધ્ય આપો
જ્યારે હેમાને પતિની આ ટેવની જાણ થઈ ત્યારથી જ તે દીપક સાથે દુકાન પર જવા લાગી. પતિની નાનીમોટી જરૂરિયાતનો ખ્યાલ રાખવા લાગી. જો તમારા પતિ રોજેરોજ નવી નવી છોકરીઓની મિત્રતા શોધે છે તો એવી સ્થિતિ ઊભી કરો કે તેને તમારા સિવાય બીજા કોઈ વિશે વિચારવાનો સમય જ ન મળે.

હેમાના પ્રેમ અને સમર્પણના કારણે દીપકને તેની ટેવ બદલવા મજબૂર થવું પડયું. હેમાના પતિ દીપકને એસ.ટી.ડી.ની દુકાન છે. દીપક તેને ત્યાં ફોન કરવા આવતી છોકરીઓમાં વધુ પડતો રસ લેતો હતો. જ્યારે પતિ સાથે દુકાન પર નહોતી જઈ શકતી ત્યારે ફોન પર પ્રેમભરી મીઠી વાતો કરતી તેની પસંદગીનાં વસ્ત્રો પહેરતી તથા દરેક ક્ષણે તે રોમેન્ટિક મૂડમાં રહેતી.

પતિ બીજી સ્ત્રી પાછળ ન દોડે તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો

  • દામ્પત્યજીવનમાં આવેલી ઉદાસીને દૂર ભગાડવા માટે તમે કંઈકને કંઈક નવું કરતા રહો.
  • પતિની જરૂરિયાતો તરફ ધ્યાન આપો. તેની ઉપેક્ષા ન કરો તથા અવારનવાર તેને એવો અનુભવ કરાવતા રહો કે તમારા માટે તે ખૂબ જ મહત્ત્વના છે.
  • લગ્નની શરૂઆતના દિવસોેના સુખદ પ્રસંગોને તાજા કરી તમારા પ્રેમને  મજબૂત બનાવો.
  • પતિની ઈચ્છા પૂરી કરો ત્યારે તેને એવું ન લાગવું જોઈએ કે તમે તેના પર કોઈ ઉપકાર કરો છો. પૂર્ણપણે સમર્પિત થઈ જાઓ. પરંતુ સહેલાઈથી તેની માગણી  સ્વીકારી પણ ન લેશો. ક્યારેક પ્રેમિકાની જેમ તેને તડપાવવાનું ચૂકતા નહીં.
  • પતિની લપસતી નજર તરફ ધ્યાન આપો. તેની વર્તણૂકનું બારીકાઈપૂર્વક અવલોકન કરી તેને અનુકૂળ વ્યવહાર કરો.
  • જો બહાર જવા માટે તેઓ વિશેષ ટાપટીપ કરી રહ્યા હોય અને તેઓ પોતાની પેલી’ને મળવા જઈ રહ્યા છે તેની તમને જાણ હોય તો પણ તેને અનેક પ્રકારના સવાલ ન કરવા બલકે તેને તૈયાર થવામાં મદદ કરવી. પતિને તેનું મનપસંદ પર્ફ્યૂમ છાંટવાનું ભૂલશો નહીં.
  • ઘરમાં રોમેન્ટિક અને આનંદિત વાતાવરણ ઊભું કરો, કારણ કે ઓફિસેથી થાક્યાપાક્યા પાછા ફરેલા પતિને આરામ મળે છે. તે ઘરમાં પગ મૂકે કે ફરિયાદોના રોદણાં રડવા ન લાગો.
  • રાત્રિના સમયે અથવા જ્યારે તમે એકલાં હો ત્યારે ભડકીલાં વસ્ત્રો પહેરી પતિને આકર્ષિત કરો.
  • પતિની સ્ત્રીમિત્રોની ઈર્ષા ન કરશો. તેમની સાથે મિત્રતા કેળવો તથા તમારા પતિની ટેવોની તેમને જાણ કરો. ક્યારેક તેમને તમારા ઘરે પણ બોલાવો.
  • શોપિંગ કે ફિલ્મ જોવાના બહાને પતિ સાથે ફરવા નીકળો અને હા, રાત્રીભોજન લીધા પછી અવશ્ય ફરવા જવાની ટેવ પાડો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…