પાવાગઢ જતા યાત્રાળું માટે સૌથી મોટા સમાચાર આ વાંચીને તમે જવાની હિંમત કરજો નહિ તો…

1419
Advertisement

તમે જાણો જ છો કે ભૂતકાળમાં ક્યારેય ના બન્યું હોય એમ દેશભરના તમામ યાત્રાધામો કોરોના નામની મહામારીના લીધે બંધ કરી દેવા પડ્યા હતા. જાણે 3 મહિનાનો ભગવાને ભક્તો સાથેનો નાતો તોડી નાખ્યો હોય. આવી જ રીતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જે એક શક્તિપીઠ કહેવાય છે એ પણ છેલ્લા 100 દિવસ ઉપરાંતથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું જે હવે અનલોક ચાલુ થતા મહાકાળીના ભક્તો માટે આજથી ખુલ્લું મૂકી દેવાયું છે. પ્રથમ દિવસે વરસાદી માહોલ વચ્ચે ભક્તોની નહિવત ચહલ પહલ જોવા મળી હતી.

51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ યાત્રાધામ જ્યાં માં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. ઉંચા ડુંગર પર બિરાજમાન મહાકાળી માતા કોરોના મહામારીના લીધે ભક્તોથી 3 મહિના સુધી દૂર રહ્યા બાદ આજથી ભક્તોને પોતાના દર્શન આપવાનું શરૂ કરેલ છે. જોકે દેશભરના યાત્રાધામ પાવાગઢ પહેલા દર્શન માટે ખુલ્લા મૂકી દેવાયા હતા. પરંતુ પાવાગઢ ખાતે મંદિરના રીનોવેશનના કામને લઇ થોડું મોડું એટલે કે આજથી ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવેલ છે.

100 દિવસ ઉપરાંતથી મંદિર ને બંધ રાખવામાં આવ્યું. એ સમય દરમિયાન પાવાગઢ ખાતે મોટા પાયે રીનોવેશનની કામગીરી ચાલી રહી હતી. દેશના ઘણા યાત્રાધામો ઘણા દિવસથી ચાલુ કરી દેવામાં આવ્યા હતા પરંતુ પાવાગઢ માં રીનોવેશન ચાલુ હોવાના કારણે પાવાગઢ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. આજરોજ પાવાગઢ મંદિર ખોલવામાં આવ્યું છે. પરંતુથમ દિવસે ભક્તોની ભીડ જોવા મળી નહોતી, ભક્તોએ અહીં માતાજીના ચરણોમાં શીશ નમાવીને દેશ અને દુનિયાને કોરોનાની મહામારીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરી હોવાનું જણાવતા હતા.

પ્રથમ દિવસે વરસાદી વાતાવરણના કારણે વાતાવરણ એકદમ આહલાદક લાગતું હતું. પરંતુ કોરોના મહામારીનો ડર એવો તો જણાતો હતો કે પાવાગઢ ખાતે હાલ તો ગણ્યા ગાંઠ્યા યાત્રાળુઓ આવેલ જણાતા હતા આજે જયારે પાવાગઢ યાત્રાધામ ફરીથી ભક્તો માટે ખુલી ગયેલ છે ત્યારે આવનાર દિવસોમાં ભક્તોની સંખ્યામાં વધારો થાય એવી આશા રાખવામાં આવી રહી છે. જોકે પ્રથમ દિવસે પૂરતી સાવચેતી સાથે યાત્રાધામ ભક્તો માટે ખુલ્લું મુકાયું છે, ત્યારે ભક્તોને ઉંચા ડુંગર પર પહોંચાડવા માટેનું માધ્યમ ઉડન ખટોલા દ્વારા પર કોવિડ ગાઈડ લાઈન પ્રમાણે સંપૂર્ણ કાળજી લેવાઈ રહી હતી.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…