મંગળસૂત્રમાં શા માટે કાળા મોતીઓ હોય છે..? જાણો તેની પાછળનું મોટું કારણ…

182

મંગળસુત્રમાં કાળા રંગના મોતી, મોર અને લોકેટની ઉપસ્થિતિ અનિવાર્ય માનવામાં આવે છે. તેની પાછળ આ માન્યતા છે કે લોકેટ અમંગળની સંભાવનાઓથી મહિલાઓના પતિની રક્ષા કરે છે. લગ્ન સમયે પતિ તેની પત્નીના ગળામાં મંગળસુત્ર પહેરાવે છે.

અનેક દક્ષિણ રાજ્યોમાં મંગળસૂત્ર પહેરાવ્યા વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે. ત્યાં સપ્તપદીથી પણ વધારે મંગળસુત્રનું મહત્વ છે. જ્યારે મોર પતિ પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમનું પ્રતીક છે. પરંતુ તેનાથી જોડાયેલું વિજ્ઞાન ઘણા ઓછા લોકો જાણતા હશે.

કહેવામાં આવે છે કે ભારતીય હિન્દુ મહિલાઓ ખૂબ શારીરિક શ્રમ કરે છે. જેથી તેમનું બ્લડપ્રેશર નિયંત્રિત રહેવું ખૂબ જરૂરી છે. તેથી માનવામાં આવે છે કે મંગળસૂત્ર ધારણ કરવાથી બ્લડ પ્રેશર યોગ્ય રહે છે.

પરિવારના મોટા અને વૃદ્ધ લોકો સલાહ આપતા હતા કે મંગળસુત્ર છુપાયેલું હોવું જોઇએ, તેની પાછળ એવું વિજ્ઞાન પણ છે કે મંગળસૂત્રમાં લાગેલું સોનું શરીરીને અડવું જોઇએ. જેથી તે વધારેમાં વધારે અસર કરી શકે.

કાળા રંગના મોતી ખરાબ નજરથી બચાવે છે તેમજ શારીરિક ઉર્જાનો ક્ષય થવાથી રોકે છે. એવું પ્રતીત થાય છે કે મંગળ દોષની નિવૃત્તિ માટે તેને ધારણ કરવાનું વિધાન પ્રચલિત થયું હશે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…