ગાંધીજીને ભારત રત્ન કે નોબેલ પારિતોષિક કેમ નહી? જાણો તેનું રસપ્રદ કારણ

184

ગાંધીજીનું નામ આવે એટલે તરત જ બધાના મગજમાં એક જ વિચાર આવે અહિંસાની મૂર્તિ એટલે મહાત્મા ગાંધી બાપુ. ગાંધીજીને આધુનિક યુગના સૌથી મોટા શાંતિ દૂત ગણવામાં આવે છે. વિશ્વનું સર્વોચ્ચ પુરસ્કાર કે જે નોબેલ પારિતોષિક ગણાય છે તે કેમ ગાંધીજીને ન મળ્યું? એવું પણ નથી કે ગાંધીજીને નોબેલ પારિતોષિક આપવાને લાયક નહોતા ગણાતા. તેમણે પાંચ વાર નોબેલ પ્રાઈઝ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

ગાંધીજીના પગલે અહિંસક આંદોલન ચલાવનારા માર્ટિન લ્યૂથર કિંગ અને દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડલાને નોબલ મળ્યો, પરંતુ ગાંધીજી ને નોબેલ ણ મળ્યો. ઇસ ૧૯૩૭માં નોર્વેના એક સાંસદના ડેપ્યૂટી મેમ્બર ઓલે કૉલઓંસેને નોબેલ માટે પ્રથમ વાર ગાંધીજીનું નામ સુચવ્યું હતું. શાંતિના નોબેલ માટે ૧૯૩૭, ૧૯૩૮ અને ૧૯૩૯ એમ સળંગ ત્રણ વર્ષ ગાંધીજીનું નામાંકન થયું હતું.

એવું માનવામાં આવે છે કે નોબેલ પુરસ્કાર આપતી કમિટી ગાંધીજીને આ પુરસ્કાર આપીને અંગ્રેજ સરકારને નારાજ કરવા ઇચ્છતી ન હતી. જો કે બ્રિટન તરફથી આવું કશું દબાણ હોવાના દસ્તાવેજી પુરાવા મળતા નથી. ઉલ્લેખનીય છે કે, ૧૯૪૬ની નોબેલ પારિતોષિક વિજેતા એમિલી ગ્રીન સહિત અન્ય છ લોકોએ પણ ગાંધીજીનું નામ સુચવ્યું હતું. ઇસ ૧૯૪૮ માં નોબેલ નામાંકનના છેલ્લા બે દિવસ બાકી હતા ત્યારે ૩૦ મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ તેમની હત્યા થઇ હતી.

નોબેલ માટે મરણોપરાંત શાંતિનું નોબેલ પુરસ્કાર આપવાનો નિયમ નહોતો. છેવટે ૧૮ નવેમ્બર ૧૯૪૮નો નોબેલ પારિતોષિક કોઇને પણ મળ્યા વગર ખાલી ગયો હતો. આમ ગાંધીજી નહી પરંતુ નોબેલ પારિતોષિક ગાંધી વગર રહી ગયો હતો. જયારે ઇસ ૧૯૮૯માં દલાઇ લામાને શાંતિનું નોબેલ એનાયત કરાયું તે વખતે નોબેલ આપતી કમિટીએ ગાંધીજીને શ્રધ્ધાંજલી આપીને યાદ કર્યા હતા.

ગાંધીજીને શા માટે ભારત રત્ન નહી?
ગાંધીજીને ભારત રત્ન આપવું એ ગાંધીજીના કદ ને એક પુરસ્કારમાં માર્યાદિત કરી દેશે તેવી માન્યતાથી આજદિન સુધી તેમણે ભારત રત્ન અપાયો નથી. ઉલ્લખનીય છે કે કેટલાય ગાંધી વિચારવાદી લોકોએ કોર્ટમાં આ બાબતે અરજીઓ કરી છે કે કોર્ટ ગૃહ મંત્રાલયને આદેશ કરે કે ગાંધીજીને ભારત રત્ન અપાય. પરંતુ કોર્ટે એવું અવલોકન આપ્યું હતું કે સરકાર નથી ઈચ્છતી કે ગાંધીજીની સરખામણી સચિન તેન્દુલકર (ભારત રત્ન મેળવેલા લોકો) સાથે થાય, અને દેશ એવું નહી ઈચ્છે કે દેશના પિતા આવી રીતે અપમાનિત થાય. એક આરટીઆઈ માં ખુલાસો થયો હતો કે સરકાર પાસે ઘણી અરજીઓ આ બાબતે આવી છે. અને આ તમામ અરજીઓ પ્રધાનમંત્રી કાર્યાલયને પણ આપવામાં આવી હતી.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…