તિલક કર્યા પછી શા માટે લગાવવામાં આવે છે ચોખા, જાણો કારણ

123

મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે હિંદુ ધર્મમાં તિલક કરા પછી ચોખા લગાવે છે, પરંતુ શા માટે ચોખા જ લગાવવામાં આવે છે બીજું કઈ કેમ નહિ..? શું તમે ક્યારેય વિચારીયું છે? તો આજે મેં તમને જણાવી દઈએ શા માટે તિલક કર્યા પછી ચોખા લગાવવામાં આવે છે.

કહેવામાં આવે છે કે તિલક લગાવવાથી શાંતિ અને શીતળતા આવે છે. ચોખા લગાવવાનું કારણ શુદ્ધતા અને પવિત્રતા છે. હિન્દૂ ધર્મમાં ચોખાને પવિત્ર માનવામાં આવે છે. ચોખાને હવનમાં દેવતાઓને ચઢાવવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં ધાર્મિક કાર્ય કર્યા પછી કપાળ પર તિલક લગાવવામાં આવે છે.

તિલક પછી તેની ઉપર ચોખા લગાવવામાં આવે છે. તિલક પછી તેની ઉપર ચોખા લગાવવાનું વૈજ્ઞાનિક કારણ છે. ચોખા ને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં ચોખાનાં ઉપયોગથી સકારાત્મક ઊર્જા મળે છે.

હિન્દૂ ધર્મમાં કપાળ પર કુમકુમ તિલક લગાવવાનું વિશેષ મહત્વ છે. પૂજા-પાઠ, તહેવાર, લગ્ન અને જન્મદિવસ જેવા અવસરો પર તિલક લગાવવામાં આવે છે. શાસ્ત્રોમાં શ્વેત ચંદન, લાલ ચંદન, કુમકુમ, રાખ વગેરેથી તિલક લગાવવાને શૂભ માનવામાં આવ્યું છે.

પૂજા દરમિયાન કપાળ પર તિલક અને ચોખા એ માટે લગાવવામાં આવે છે કે જેથી આપણી આજુબાજુ નકારાત્મક ઊર્જા આવે નહીં અને સકારાત્મક ઊર્જામાં તેનું રૂપાંતર થાય.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…