જાણો શા માટે સ્વાદિષ્ઠ ભોજન જોતાં જ મોઢામાં લાળ ટપકવા લાગે છે?

141

વિજ્ઞાનીઓ કહે છે કે, આંખોથી ભોજનને માણવાની બાબત મગજની સાથે ઉત્ક્રાંતિની સાથોસાથ જ વણાતી રહી છે. સંશોધકોનું કહેવું છે કે ઇટિંગ ડિસઓર્ડરથી પીડાઈ રહેલાઓને મદદરૂપ થવા આ બાબતની જાણકારી મદદરૂપ થઈ શકે છે. દક્ષિણ જાપાનના ફ્યુજી નજીક આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ જેનેટિકના પ્રોફેસર કાવાકામી કહે છે કે ભોજન પરની દ્રષ્ટિ અને તેને આરોગવાની ઇચ્છા વચ્ચે સીધો સંબંધ છે.

કદી વિચાર્યું છે કે સ્વાદિષ્ઠ ભોજન જોતાં જ મોઢામાં લાળ કેમ ટપકવા લાગે છે? માનવી જેવી જ મસ્તિષ્ક ચેતાની રચના ધરાવતી ઝેબ્રાફિશની માનસપ્રવૃત્તિઓ સમજીને સંશોધકોએ આ વિષય પર અભ્યાસ કરવા પ્રયાસ કર્યો હતો. જો કે ભોજન અને ભૂખ સંબંધી વર્તણૂકોનું મગજનો હાયપોથાલેમસ નામનો ભાગ નિયંત્રણ કરે છે. ઝેબ્રાફિશ પણ માનવીની જેમ શિકારને ઓળખવા તેની દ્રષ્ટિનો ઉપયોગ કરતી હોય છે.

આમ, નાનાં બાળકો કોઇપણ વસ્તુને મોઢામાં મૂકીને તે આરોગવા યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરતાં જ રહે છે. ઝેબ્રાફિશની અનેક જાત ધરાવતા કૂંડોમાં વસતી માછલીઓની ભોજન વર્તણૂકનો અભ્યાસ કરીને સંશોધકોએ પૂરા મુદ્દાને સમજવા પ્રયાસ કર્યો હતો. મસ્તિષ્કના પ્રિટેક્ટમ નામનાં ચેતાતંત્રની મદદથી ઝેબ્રાફિશ પોતાના શિકારને ઓળખતી હોય છે.

સંશોધકો કહે છે કે, ભોજ્ય કે શિકારને જોતાં જ પ્રાણીને ભૂખ લાગતી હોય છે. નાનાં બાળકથી માંડીને મોટેરાંને આ માનસિક પ્રતિક્રિયા જ જીવતી રાખતી હોય છે, શું આરોગવું તેની સમજ પણ ના ધરાવતાં બાળકોમાં પણ આ લાગણી જ ભોજન લેવાનું ઇચ્છાબળ જન્માવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…