પાછલા જન્મમાં તમે શું હતા તે જાણવા માટે ફટાફટ વાંચી લો આ લેખ…

222

પ્રથમ સ્થાન: એવા જાતકોનો જન્મ પૂર્વજોના આશીર્વાદ અથવા શ્રાપ અનુસાર થાય છે. જે જાતકની કુંડળીમાં ગુરૂ પ્રથમસ્થાન એટલે કે લગ્નમાં વિરાજમાન હોય છે, તે આશીર્વાદના પ્રમાણે જ સુખ-દુઃખ ભોગવે છે.

બીજા અને આઠમાં સ્થાન: પૂર્વ જન્મમાં અમુક ઇચ્છાઓની પૂર્તી ન થવાને કારણે તેમને ફરીથી જન્મ લેવો પડે છે. જે જાતકની કુંડળીમાં ગુરૂ બીજા ભાવમા કે આઠમાં ભાવમાં વિરાજમાન હોય, તેવા જાતકો પૂર્વ જન્મમાં સંત અથવા સંત શ્રેણીનો મનુષ્ય હોય છે.

તૃતીય સ્થાન: તેમનો જન્મ પરિવારની કોઇ પૂર્વજ પતિવ્રતા મહિલાના આશીર્વાદથી થયો છે. તેમનું જીવન સુખમાં વીતે છે. જે જાતકોની જન્મ કુંડળીમાં ગુરૂ તૃતીય ભાવમાં વિરાજમાન હોય તો એવું લાગે છે.

ચતુર્થ સ્થાન: જે જાતકની જન્મ કુંડળીમાં ગુરૂ ચોથા ભાવમાં સ્થિત હોય તો, આ જાતકોનો પોતાના પરિવારમાં જ પુનર્જન્મ થાય છે. પૂર્વજોના આશીર્વાદથી જન્મ હોવાને કારણે તેઓ સુખ ભોગવે છે, પૂર્વજોના શ્રાપથી જન્મ હોવાને કારણે તેઓ દુઃખ ભોગવે છે.

પાંચમાં સ્થાન: જે જાતકની કુંડળીમાં ગુરૂ પાંચમાં અને એકાદશ(અગિયારમાં) ભાવમાં આવેલો હોય, એવા જાતકો પૂર્વ જન્મમાં તંત્ર-મંત્ર અને ગુપ્ત વિદ્યાના જાણકાર હોય છે. જો ગુરૂ સાથે રાહુ પણ હોય તો તેમને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પૂર્વ જન્મમાં પોતાના સ્વાર્થ માટે ખોટું કાર્ય કર્યું હોય છે, આવી આત્માઓ આ જીવનમાં પોતાના પરિવારના સુખમાં બાધા પહોંચાડવાનું કાર્ય કરે છે.

બારમાં સ્થાન: જે જાતકની કુંડળીમાં ગુરુ બારમાં ભાવમાં હોય, તેમાંયે ગુરૂ-રાહુની યુતિ હોય તો એવા જાતકો ધાર્મિક સ્થળોને તોડવાના પાપી હોય છે. આ જન્મમાં પાછલા જન્મના દોષોને ભોગવવું પડે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…