ગીતામાં જણાવ્યું છે આત્મા અને મોક્ષનું રહસ્ય, આ રીતે તમે તમારું જીવન જીવશો તો મળશે મોક્ષ

67

જીવનું અસ્તિત્વ કાયમી અને સતત છે. તેનો અંત આવતો નથી. જીવ એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરતો રહે છે. આમ, જીવ નવા નવા દેહ ધારણ કરતો જ રહે છે. આપણે જેમ નવાં નવાં વસ્ત્રો ધારણ કરીએ છીએ તે જ રીતે આત્મા નવા નવા દેહ ધારણ કરે છે. દેહને ધારણ કરવાનો તેનો સમય પૂર્ણ થતાં આત્મા તે શરીર છોડી દે છે.

આત્મા એક દેહને છોડતી વખતે કશો શોક કરતો નથી ને નવો દેહ ધારણ કરતા સમયે કોઇ હર્ષ પણ પ્રગટ કરતો નથી. આત્માને આપણને ક્યારેય દેખાતી નથી તે જ્યારે કોઇ દેહ ધારણ કરે છે ત્યારે જ આપણે તેના ભાવોને પામી શકીએ છીએ. આમ, દેહ એ આત્માને વ્યક્ત થવા માટેનું માધ્યમ છે. અને આ માધ્યમ દ્વારા આપણને એકબીજાના દેહ પ્રત્યે માયા પ્રગટ થાય છે. આમાં સુખની સાથે ઘણી શારીરિક પીડા પણ ભોગવવાની આવતી હોય છે.

જે આત્મા તેને મળેલા દેહના માધ્યમથી ઇશ્વર પ્રત્યે જોડાય છે તે ભક્તિમાં લીન થઇ જાય છે અને પ્રભુપદને પામેં છે તે આત્માએ ફરીથી જન્મ લેવાનો થતો નથી. આપણે જે કંઇ જોઇએ છીએ તે આત્માએ ધારણ કરેલા દેહની માયા જ છે.  આવી અંતરિમ વ્યવસ્થાને ગુમાવવા માટેનો કોઇ શોક કરવો જોઇએ નહીં.

આપણે ઘરે કોઇ પ્રસંગ આદરીએ તો તેના માટે જે કંઇ વ્યવસ્થા ઊભી કરી હોય તે પ્રસંગ પૂર્ણ થતા આપણે તે વ્યવસ્થા હટાવી દઇએ છીએ . લગ્નપ્રસંગે સુંદર મંડપ બાંધવામાં આવ્યો હોય તો પણ આપણે લગ્ન પુરા થયા પછી છોડાવી જ દઇએ છીએ. અને તેને માટે કોઇ શોક કરતા નથી. તે જ રીતે આત્માએ ધારણ કરેલો દેહ આવી અંતરિમ વ્યવસ્થા છે તે ન રહે તો પણ તેના માટે જરાય શોક કરવાનો રહેતો નથી.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…