ભક્તોના મન મોહનાર ભગવાન શ્રી કૃષ્ણની એવી લીલા વિશે જણાવીશું જે તમે આજ સુધી ક્યારેય નહી જાણી હોય…

599

મિત્રો તમે શ્રીકૃષ્ણની લીલાઓ વિશે જાણતા જ હશો પરંતુ આજે અમે તમને એવી લીલા વિશે જણાવીશું જે તમે ક્યારેય નહિ જાણી હોય, શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા. તેમનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી. આ પર્વની ઊજવણી દેશભરમાં દર વર્ષે ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત જાતકને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમીનું વ્રત અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. આ દિવસે શ્રી કૃષ્ણલીલા અને ચરિત્રોનું શ્રવણ-પઠન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે આજે જાણો ભગવાનના આ દિવ્ય અવતાર વિશેની કેટલીક અજાણા વાતો વિશે.

  • ભગવાનની માંસપેશિ મૃદુ હતી પરંતુ યુદ્ધના સમયમાં તે વિસ્તૃત થઈ જતી અને સામાન્ય રીતે લાવણ્યમય દેખાતું તેમનું શરીર તે સમયે કઠોર બની જતું.
  • મદ્ર રાજકુમારી લક્ષ્મણાના સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન અને કર્ણને હરાવ્યા હતા. આ તકે એ વાત સિદ્ધ થઈ હતી કે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન નહીં પણ કૃષ્ણ જ હતા.
  • ભગવાને જ્યારે પરમધામ તરફ ગતિ કરી ત્યારે તેમનો એક પણ વાળ સફેદ થયો ન હતો કે ન તો તેમની ત્વચા પર વૃદ્ધાવસ્થા હતી.
  • શ્રીકૃષ્ણ શ્યામ વર્ણ હતા અને તેમના શરીરમાંથી એક માદક સુગંધ સ્ત્રાવિત થતી હતી.
  • શ્રીકૃષ્ણની પરદાદી મારિષા અને ભગવાન બલરામની માતા રોહિણી નાગ જનજાતિના હતા.
  • જૈન પરંપરા અનુસાર શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ તીર્થંકર નેમિનાથ હતા જે હિંદૂ પરંપરામાં ઘોર અંગિરસના નામથી પ્રસિદ્ધ છે.

  • શ્રીકૃષ્ણ સાથે જે બાળકીને બદલાવામાં આવી હતી તે યશોદાપુત્રીનું નામ એકાનંશા હતું. જે વર્તમાન સમયમાં વિંધ્યવાસિની દેવી તરીકે પૂજાય છે.
  • ભગવાન શ્રીકૃષ્ણ તેમના અંતિમ વર્ષો સિવાય ક્યારેય પણ દ્વારકામાં 6 માસથી વધારે સમય રોકાયા નથી.
  • શ્રીકૃષ્ણ જે ધનુષ ધરતાં તેનું નામ સારંગ, ખડ્ગનું નામ નંદક અને શંખનું નામ પાંચજન્ય હતુ. જે ગુલાબી રંગનો હતો.
  • ભગવાનના રથનું નામ જૈત્ર હતુ અને તેનો સારથી દારુક હતો. તેમના રથના ઘોડાના નામ શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક હતું.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…