વિષ્ણુજીએ ભોળાનાથ સાથે છળ કરી બદ્રીનાથ પર જમાવ્યો હતો કબ્જો, જાણો આ રહસ્યમય કથા

190

કેદારનાથ અને બદ્રીનાથ વિશે હર કોઈ વ્યક્તિ જાણતું જ હશે પરંતુ આજે અમે તમને બદ્રીનાથનું એક એવું રહસ્ય જણાવીશું જે જાણીને તમારી આંખે અંધરા આવી જશે. આપણે સૌ જાણીએ છીએ કે ભોલેનાથના ઇષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને વિષ્ણુને ખુબજ પ્રિય છે ભગવાન ભોળાનાથ.

માન્યતા છે કે આજે જ્યાં બદ્રીનાથ ધામ સ્થિત છે ત્યાં પહેલાં ભગવાન શિવ નિવાસ કરતાં હતાં. જ્યાં પાછળથી ભગવાન વિષ્ણુ આ જગ્યા પર રહેવા લાગ્યા. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ ન ફક્ત એક બીજાને ખુબ માને છે પણ બંને એકબીજાનાં આરાધ્ય પણ છે. આવો જાણીએ આખરે કેમ ભગવાન વિષ્ણુનાં કારણે ભોલે શંકરે છોડવું પડ્યુ હતું પોતાનું ઘર.

અને શા માટે ભગવાન વિષ્ણુએ કર્યો શિવજીનાં નિવાસ સ્થાન પર કબ્જો. હિન્દૂ ધર્મની પૌરાણિક કથા અનુસાર, બદ્રીનાથ ધામમાં ભગવાન શિવ પોતાનાં પરિવાર સાથે રહેતાં હતાં. એક વખત વિષ્ણુજી એવું એકાંત સ્થાન શોધી રહ્યા હતાં જ્યાં તેમનું ધ્યાન ભંગ ન થાય.

એવામાં તેમને જે જગ્યા પસંદ આવી તે હતી બદ્રીનાથ. જે પહેલેથી જ ભોલેશંકરનું નિવાસ સ્થાન હતું. ભગવાન વિષ્ણુએ એક યુક્તિ કરી. એક નાનકડાં બાળકનો વેશ ધારણ કરીને તે રડવા લાગ્યા. તેને જોઇને મા પાર્વતી બહાર આવ્યા અને બાળકને ચુપ કરાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. મા પાર્વતી બાળકને લઇને ઘરની અંદર જવા લાગ્યા તો ભોલે શંકરને ભગવાન વિષ્ણુની લીલા સમજવામાં વાર ન લાગી.

તેમણે માતા પાર્વતીને ના પાડી પણ તે માન્યા નહીં. મા પાર્વતીએ બાળકને થાબડીને ઉંઘાડી દીધો. જ્યારે બાળક સુઇ ગયો તો મા પાર્વતી ઘરની બહાર આવ્યા.બાળકનાં વેશમાં લીલા રચનારા શ્રી હરિએ દરવાજો અંદરથી બંધ કરી દીધો. જ્યારે ભગવાન શિવ પરત આવ્યા તો બોલ્યા કે મને ધ્યાન માટે આ જગ્યા ખુબ પસંદ આવી છે.

આપ કૃપા કરીને પરિવાર સહિત કેદારનાથ ધામમાં પ્રસ્થાન કરો. હું ભવિષ્યમાં આપનાં ભક્તોને અહીં દર્શન આપીશ. ત્યારથી બદ્રીધામ ભગવાન વિષ્ણુનું લીલાસ્થળ બન્યું અને કેદારનાથ ભગવાન શિવની ભૂમિ બન્યું. આ બંને સ્થળ ખુબજ પવિત્ર સ્થાન છે. કહેવાય છે કે એક વારતો આ મંદિરના દર્શન કરવા જ જોઈએ. કુદરતના સાનીધ્યની વચ્ચે ભગવાન સાક્ષાત રીતે અહી બીરાજે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…