તેલનો રંગ બદલે ત્યાં સુધી તેનો કરો છો ઉપયોગ? તો આજે વાંચી લો આ લેખ નહીંતર…

99

મિત્રો, તમે બધા લોકો જાણો જ છો કે સ્ત્રીઓ તેલનો કલર બદલી જાય તો પણ તેનો ઉપયોગ કરે છે પરંતુ આજે તેના વિશે જાણીએ. તેમાં પણ જો ડ્રીપ ફ્રાય કરેલી વાનગીઓ હોય તો તે આપણા મનને વધારે લલચાવે છે. ભારતીય નારીઓ રસોડામાં વધતી વસ્તુઓનો ઉપયોગ કરવાનું સુપેરે જાણતી હોય છે. તેમાં પણ જો વધેલા તળેલા તેલની વાત કરીએ તો તેનો ઉપયોગ વઘારમાં કે અન્ય કોઈ વસ્તુઓમાં વાપરી લેતી હોય છે.

જોકે, એક વાર તળ્યા બાદ વધેલા તેલને વાપરવું સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. જલેબી, સમોસાં, પાણીપૂરી નામ સાંભળતાં જ મોંમાં પાણી છૂટયું હશે. જમવાની આવી ચટાકેદાર વાનગીઓનું નામ સાંભળતાં જ મોંમાં પાણી છૂટતું હોય તો તે સ્વાદ પર કંટ્રોલ રાખવાની વાત જ અઘરી છે. કડાઈમાં ભરેલા તેલમાં તળાતી આ વાનગીઓ સ્વાદ માટે જેટલી લલચાવે છે.

ફરીથી ઉપયોગ કરવામાં આવતા તેલમાં કેન્સર પેદા કરતાં તત્વો હાજર હોય છે
તેના કરતાં વધારે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેમાં પણ જો વાત એક વાર વપરાયેલા તેલને બીજી વાર ઉપયોગમાં લેવામાં આવે તો હેલ્થ માટે તે અત્યંત નુકસાનકારક છે. વધેલા તેલમાં કેન્સર પેદા કરતાં તત્વો રહેલાં હોય છે
તેમાં કેન્સર પેદા કરતાં તત્વોનું નિર્માણ થાય છે જેને કારણે કેન્સર થવાનું જોખમ વધે છે. એક વાર તેલમાં તળ્યા બાદ તેમાં રહેલાં એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વો નષ્ટ થાય છે.

વારંવાર તેલનો પ્રયોગ કરવાથી તેમાં રહેલા રેન્સિડ શરીરની કોશિકાઓ સાથે જોડાય છે અને શરીર બીમારીનું ઘર બને છે. આ ઉપરાંત ધમનીઓમાં પણ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. વધેલા તેલનો ફરીથી ઉપયોગ ન કરવાથી એસિડિટી, હાર્ટ ડિસીઝ, અલ્ઝાઇમર અને પાર્કિસન્સ જેવી બીમારીઓથી બચી શકાય છે.

વધેલા તેલમાં ઘન પદાર્થો હોય છે જેનો ઉપયોગ થવાથી સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. આવા તેલને કારણે ભવિષ્યમાં પાચનને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે. વધેલા તેલમાં વિષદ્રવ્ય પદાર્થો બનવા લાગે છે. એક સંશોધન પ્રમાણે તેલને એક વાર ગરમ કર્યા પછી જેટલી વાર ગરમ કરવામાં આવે તો તેમાં વિષદ્રવ્ય પદાર્થો બનવા લાગે છે. તેમાં પણ ગ્રેપસીડ ઓઇલ, સનફ્લાવર, કોર્ન ઓઇલ જેવા તેલનો માત્ર રસોઈ માટે ઉપયોગ કરવો જોઈએ. ડ્રીપ ફ્રાય કરવા માટે આવા ઓઇલનો ઉપયોગ કરવો હિતાવહ નથી.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…