આ રીતે જાણી શકાય છે ભવિષ્યમાં તમારી સાથે બનનારી ઘાતક દુર્ઘટનાઓ ના સમય વિશે

103

કુંડળી જોવી એ અધરું કાર્ય છે અને તેને માત્ર નિષ્ણાંતો જ કરી શકે તેવું નથી. આ કામ કોઈપણ વ્યક્તિ કરી શકે છે તેના માટે જરૂરી છે જ્યોતિષ શાસ્ત્રના પ્રાથમિક જ્ઞાનની. થોડી જાણકારી અને સમજપૂર્વક કુંડળીનો અભ્યાસ કરવામાં આવે તો કોઈપણ ભવિષ્યમાં આવનાર સંકટથી બચી શકે છે.

જન્મકુંડળી વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ઘટનાઓને ઉજાગર કરી શકે છે. ભૂતકાળમાં તમે કેવું જીવન જીવ્યા તે જાણવા ઉપરાંત ભવિષ્યમાં જીવન પર તોળાતા સંકટ વિશે પણ કુંડળી જણાવી દે છે. જીવનમાં બનતી દુર્ઘટના વિશે કુંડળી દ્વારા જાણી શકાય છે. કેવી રીતે જાણવા કુંડળીમાં છુપાયેલા આ રહસ્ય જાણી લો આજે તમે પણ.

અહીં કુંડળીના અલગ અલગ સ્થાન અને ગ્રહોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે જીવનમાં બનતી દુર્ઘટનાઓ તરફ સંકેત કરે છે. કુંડળીના આવા યોગ જીવનમાં દુર્ઘટના બનવાની પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરે છે. તો સૌથી પહેલાં જાણો કયા કયા છે આવા યોગ. કુંડળીમાં છઠ્ઠા અને આઠમા ભાવનો સ્વામી કોઈ અશુભ ગ્રહ સાથે હોય તો તે જાતક સાથે દુર્ઘટના ઘટવાની પ્રબળ સંભાવનાઓ હોય છે. જ્યારે પણ કુંડળીમાં મંગળ અને શનિ મળે છે ત્યારે દુર્ઘટનાના યોગ સર્જાય છે.

આ ઉપરાંત લગ્ન અથવા દ્વીતીય ભાવમાં રાહુ અને મંગળ હોય ત્યારે પણ દુર્ઘટનાના યોગ બને છે. જ્યારે લગ્નમાં શનિ અને મંગળ ગ્રહ હોય તો તે પણ નુકસાનકારક હોય છે. કુંડળીના ત્રીજા ભાવમાં મંગળ અથવા શનિ સ્થિત હોય તો પણ તે જાતક માટે ઘાતક દુર્ઘટનાનો સંકેત કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દુર્ઘટનાનો સીધો સંબંધ લગ્ન અને લગ્નેશ સાથે હોય છે. તેથી લગ્નમાં શુભ ગ્રહ હોય તે ઉત્તમ સ્થિતી ગણાય છે. પરંતુ જ્યારે કોઈ મારક અથવા અશુભ ગ્રહ લગ્ન અથવા લગ્નેશ પર ગોચર કરે છે તો વ્યક્તિ દુર્ઘટનાની ચપેટમાં આવે છે. જ્યારે મારક ગ્રહની અંતરદશા ચાલતી હોય ત્યારે પણ જાતકને દુર્ઘટનામાં કષ્ટ થવાની સંભાવના વધી જાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…