મૃત્યુ પછીના દેશમાં આંટો મારી આવી છે આ મહિલા, સમગ્ર ઘટના જાણીને ચોંકી જશો…

599

‘ઓહ માય ગોડ! કેવું અદ્ભુત લાગી રહ્યું છે! હું મુક્તિ અને હળવાશનો અનુભવ કરી રહી છું. મારા શરીરમાં થઈ રહેલી પીડાનો મને કેમ અનુભવ નથી થઈ રહ્યો? એ બધી પીડા ક્યાં ગઈ? મારી આસપાસનું બધું જ દૂર જઈ રહ્યું છે અને છતાં મને ડર નથી લાગી રહ્યો. હું ભયભીત કેમ નથી? અરે વાહ, ડરનું તો ક્યાંય નામોનિશાન પણ નથી.”

આ અંગ્રેજી પુસ્તકની 2012ની પહેલી આવૃત્તિથી માંડીને 2016 સુધીમાં કુલ 14 આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. એટલું જ નહીં પણ ન્યૂયોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલર અર્થાત્ સૌથી વધુ વેચાતા પુસ્તકોની યાદીમાં ‘ડાઇંગ ટુ બી મી’ નો સમાવેશ થયો હતો. આ પુસ્તકનો અનુવાદ વિશ્વની 34 ભાષાઓમાં થઈ ચૂક્યો છે.

એવું કહેવાય છે કે મોતના દેશથી કોઈ પાછું ફરતુ નથી. આત્મા અમર છે એવું આપણે બધાએ સાંભળ્યું છે. દેહના મૃત્યુ પછી આપણું શું થાય છે એની આપણને ખબર નથી. પરંતુ સિંગાપોરમાં જન્મેલી, હોંગકોંગમાં ઉછરેલી અને ત્યાં જ રહેતી ભારતીય મૂળની સિંધી મહિલા અનિતા મૂરજાનીનો દાવો છે કે તે મૃત્યુના દેશમાં જઈને પાછી ફરી છે. તેણે પોતાની વાત ‘ડાઇંગ ટુ બી મી’ પુસ્તકમાં કરી છે. વિશ્વભરમાં અનિતા મૂરજાનીને વક્તવ્યો આપવા, સેમિનારમાં ભાગ લેવા અને કેન્સર, એઈડ્સ જેવી ગંભીર માંદગીઓમાં પડેલા દર્દીઓ કે ડોક્ટરો દ્વારા પોતાની વાત કહેવા બોલવવામાં આવે છે.

ત્રણ તદ્દન જુદી-જુદી સંસ્કૃતિઓના મિશ્રણમાં તેનો ઉછેર થયો હતો. તેને પોતાની કારકિર્દી પોતાની રીતે ઘડવી હતી પણ ભારતીય પિતા તેને કોઈ સારો સિંધી મૂરતિયો શોધી પરણાવીને ઠરીઠામ કરી દેવા માગતા હતા. અનિતાની સગાઈ એક સિંધી છોકરા સાથે થઈ પણ થોડો સમય પછી તેને લાગ્યું કે પોતે એ પરિવારમાં ગૃહિણી તરીકે આખી જિંદગી નહીં કાઢી શકે એટલે પિતાની ઇચ્છાને અવગણીને સગાઈ ફોક કરી નાખી.

જોકે થોડા જ વખતમાં તેનો જીવનસાથી બની શકે, તેને સમજી શકે અને પ્રેમ કરે એવા ડેવિડ મૂરજાની સાથે તેની મુલાકાત થઈ. ડેવિડ સાથે તેના લગ્ન થાય એ પહેલાં જ અનિતાના પિતા ભારત આવ્યા હતા અને ત્યાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. અનિતાને આ વાત સતત ખટકતી રહી કારણ કે અનિતાના લગ્ન કરવાનું તેના પિતાનું એકમાત્ર સપનું હતું.

પિતાના મૃત્યુના થોડા સમય બાદ અનિતા અને ડેવિડ મૂરજાનીએ લગ્ન કરી લીધા. તેમના લગ્ન બાદ થોડાંક સમયમાં જ રાબેતા મુજબ જ સમાજ અને આજુબાજુના લોકો અનિતાને બાળક કેમ નથી પ્લાન કરતા જેવા સવાલો પૂછવા માંડયા પણ અનિતાને લાગતું હતું કે બાળકને જન્મ આપવા માટે તે માનસિક રીતે તૈયાર નથી.એવામાં અનિતાની બેસ્ટ ફ્રેન્ડ સોનીને કેન્સરનું નિદાન થયું.

આ બધું વાંચી-જાણીને તેને પણ ડર લાગવા માંડયો હતો કે મને પણ મારી બહેનપણી કે ડેવિડના બનેવીની જેમ કેન્સર થશે તો? આ ભય સાથે તે જીવવા માંડી હતી. તેનો ભય સાચો પુરવાર થયો. તેને જમણા ખભા પાસે એક ગાંઠ થઈ હતી. બાયોપ્સીનું રિઝલ્ટ એ જ આવ્યું જેનો અનિતાને ભય હતો- કેન્સર. આપણા શરીરમાં લિમ્ફેટિક સિસ્ટમ હોય છે. આ આખી શારીરિક યંત્રણા નસોને મળતી લસિકાવાહિનીઓનું જાળું હોય છે. કેન્સર શબ્દ સાંભળીને કોઈપણ સર્વસામાન્ય વ્યક્તિની જેમ જ અનિતા પણ ફ્ફ્ડી ઊઠી. તેણે તો હજુ હમણાં થોડા દિવસ અગાઉ જ તેની બહેનપણી સોની અને પતિના બનેવીને કેન્સરની પીડાઓમાંથી પસાર થતા જોયા હતા.

તે હોંગકોંગ પોતાના પ્રેમાળ પતિ પાસે પાછી ફરી અને સાથે-સાથે તેનો ભય પણ પાછો આવ્યો. પરિચિતો શંકા વ્યક્ત કરતા કે આવી રીતે તે કંઈ કેન્સર થોડું જ મટી જાય? તેમની આશંકાઓ અને ભય અનિતાના પોતાના બનવા માંડયા. કેન્સરે ફરી માથું ઊંચક્યું હતું. અનિતાની પોતાની માની અને પતિની પ્રેમભરી સારવાર કે મેડિકલ સાયન્સની બધી જ મદદ નકામી પુરવાર થઈ રહી હતી. તેને ઘરની નજીકના નાનકડા નર્સિંગ હોમમાં વારંવાર લોહી ટ્રાન્ઝફ્યુઝન માટે લઈ જવી પડતી હતી. કેન્સર જીતી રહ્યું હતું અને જીવન હારી રહ્યું હતું.

૨ ફેબ્રુઆરી ૨૦૦૬ના દિવસે અનિતા કોમામાં સરકી પડી. અનીતાને હોંગકોંગની મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં અગાઉ તે ક્યારેય ગઈ નહોતી. તેને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ હાથ ખંખેરી નાખ્યા કે તેના અવયવો બંધ પડી રહ્યા છે અને હવે આ સ્થિતિમાં અમે કંઈ કરી શકીએ એમ નથી. બસ, થોડા કલાકોનો જ મામલો છે. અનિતા કોમામાં હતી પણ તે આ બધું જ સાંભળી શકતી હતી. અનિતાનાં પતિએ જો કે હાર માનવાનો ઇન્કાર કર્યો અને ડોક્ટરોને વિનંતી કરી કે તમે કોશિશ તો કરો.

30 કલાક જેવો સમય કોમામાં વિતાવીને અનિતા પોતાની મરજીથી શરીરમાં પુનઃ પ્રવેશી. કોમામાંથી પાછા ર્ફ્યા બાદ ત્રણ જ દિવસમાં તેનું સ્વાસ્થ્ય સુધરવા માંડયું હતું. કેન્સરની ગાંઠો ઓગળવા માંડી હતી અને ગણતરીના દિવસોમાં તો તે એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી. આજે તે વિશ્વભરમાં ફરીને આ વાતો વહેંચી રહી છે. એ ૩૦ કલાકના સમયમાં શું થયું અને મૃત્યુના પ્રદેશમાં તેણે શું અનુભવ કર્યો એની વાતો ‘ડાઇંગ ટુ બી મી’ પુસ્તકમાં કરી છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…