નવા વર્ષ 2021ની સાલમાં આ મુજબના ફેશન ટ્રેન્ડ ધૂમ મચાવશે, વાંચો આ લેખ સ્ટાઈલીશ દેખાવવા માટે

70

મિત્રો, બધાને સ્ટાઈલીશ લૂક કરવો ખુબ જ ગમે છે. અને અમુક લોકો તો ન્યુ સ્ટાઈલીશ લૂક આવ્યો નથી કે તરત જ અપનાવો નથી. તો આજે આપણે 2021ની નવી ફેશન વિષે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. 2021માં કઇ ફેશન સ્ટાઈલનું ચલણ સૌથી વધુ જોવા મળશે અને ક્યાં ટ્રેન્ડથી સ્ટાઈલીશ લૂક જોવા મળશે. ફેશનના શોખીન માટે આજનો આર્ટિકલ બહુ જ ઈન્ટરેસ્ટીંગ રહેશે તો છેલ્લે સુધી વાંચવાનું ભૂલતા નહીં.

અહીં વાત આપણે ફેશનની કરી રહ્યા હતા ત્યારે નવા વર્ષમાં નવા ટ્રેન્ડસ બહુ ચલણમાં આવવાના છે. ફેશન કોને પસંદ નથી! સૌ કોઈ સ્ટાઈલીશ દેખાવવા માટે તૈયાર રહે છે. સાલ 2020 કોરોનાના કારણે પરેશાનીથી ભરેલું છે પણ હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે નવું વર્ષ સારી રીતે પસાર કરવા માટે સૌ કોઈ ઉત્સુક છે. ખરેખર 2020 આજીવન બધાને યાદ રહેશે. તો વાંચો આગળ એટલે નવા વર્ષમાં ફેશનની દુનિયા કેવી રહેશે એ પણ જાણી શકાય…

2021ની ફેશનની દુનિયા વિષે જાણીએ…

હેડ સ્કાર્ફ :
2021ની સાલમાં આ ફેશન વધારે ચાલશે કારણ કે ઠંડીની મૌસમ છે અને આમ પણ ગર્લ્સમાં જે ફેશન થોડો સમય ચાલે પછી એ કાયમ માટે રેગ્યુલર બની જતી હોય છે.પહેલા આ ફેશનને પાધડીના રૂપમાં ગણવામાં આવતી હવે તો આ ફેશનને અંગ્રેજી નામ મળી ગયું છે એટલે આ ફેશન પ્રચલિત બની છે. 50 કે 60 ના દશકની આ ફેશન ફરી 2021માં ‘હેડ સ્કાર્ફ’ તરીકે બહુ ચાલવાની છે.

બ્લેક ફેસ માસ્ક :
માસ્કની ફેશન આવી ગઈ છે કારણ કે કપડાને અનુરૂપ હવે માસ્ક પહેરવાની પ્રથા ચાલી રહી છે. એવામાં કોઇપણ કપડા સાથે બ્લેક કલરનું માસ્ક વધારે સારું લાગે છે. ફેશનની દુનિયામાં પણ બ્લેક માસ્ક બહુ આગળ નીકળી ગયું છે  કોરોના પછી માસ્ક તો જરૂરી બની ગયું એવી રીતે હવે માસ્ક ડેઈલી ફેશનમાં પણ નવા રંગરૂપમાં જોવા મળે છે. એટલે બ્લેક માસ્કને બધા માસ્ક કરતા વધારે પસંદ કરવામાં આવે છે.

લેન્થ બુટ :
તમને ક્લાસિક ફીલ આવશે અને અરીસામાં જોશો તો ખબર પડશે કે ફેશન કેવી લાગી રહી છે!! કોઇપણ ઉંચી ગર્લ્સ લેન્થ બુટમાં સારી લાગે છે અને સ્કર્ટ સાથે બીગ લેન્થ બુટ આકર્ષક દેખાય છે. જીન્સ સાથે કે સ્કર્ટ સાથે કુલ દેખાવવા માટે ફૂલ લેન્થના બુટ પહેરો. આ છે 2021 માં ન્યુ ફેશન ટ્રેન્ડ…

ઓવરસાઈઝડ શોલ્ડરપેડ બોય જેકેટ્સ :
મોટા બ્લેઝરની સાથે લેધરનું શોર્ટ સ્કર્ટ, તો ક્યારેય પગમાં બુટ સાથે આ ફેશનને વધારે પસંદ કરવામાં આવે છે. દેખાવવામાં ભલે થોડું અજીબ લાગે પણ આ ફેશનને અમુક ગર્લ્સ ફેવરીટ લીસ્ટમાં રાખે છે. આ ફેશન સ્ટાઈલ 80 ના દશકથી માર્કેટમાં છે પરંતુ તેનો ટ્રેન્ડ હજુ પણ એવો જ છે. યંગ અને હોટ લૂક આપતી આ ફેશન ક્લાસિક ગર્લને વધુ પસંદ આવે છે. 2021ના વર્ષની શરૂઆતથી જ છોકરીઓ આકર્ષક અને ફેશનેબલ દેખાવવા માટે અહીં જણાવેલ ફેશનને પોતાના વીશલીસ્ટમાં એડ કરશે અને ફેશન ટ્રેન્ડ ફોલો કરશે…

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…