કોરોનાના નિયમો તોડવા પર આ મુસ્લિમ દેશ આપશે દુનિયાની સૌથી કડક સજા

283
Advertisement

કતારમાં સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક ન પહેરવાને લઇને રવિવારથી કડક સજા લાગુ કરી દીધી છે. afpના રિપોર્ટ અનુસાર કતારમાં હવે માસ્ક ન પહેરવા પર દુનિયાની સૌથી કડક સજા મળશે અને લોકોને ત્રણ વર્ષ સુધી જેલમાં મોકલવામાં આવશે. તેમજ દંડ પેટે મોટી રકમ વસૂલ કરવામાં આવશે.

કતારમાં કોરોનાવાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કતારમાં કોરોનાવાયરસ ના સંક્રમણનો દર દુનિયામાં સૌથી વધારે થઈ ચૂક્યો છે.

કતારની વસ્તી લગભગ ૨૭ લાખ છે. ત્યાં લગભગ ૩૦ હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી ત્યાં લગભગ ૧૫ લોકોનું મૃત્યુ થઈ ચુક્યુ છે.

તેમજ માસ્ક પહેરવાને લઇને નિયમ તોડનાર લોકો ઉપર ૪૧.૭ લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવી શકે છે. જો કે પોતાની ગાડીઓ માં એકલા ડ્રાઈવ કરનાર લોકો માટે માસ્ક ઉપર અનિવાર્યતા થી છૂટ આપવામાં આવી છે.

એએફબીના રિપોર્ટ અનુસાર નવા નિયમ લાગુ થયાના પહેલા પોલીસ લોકોને આના વિષે જાણકારી આપશે. જણાવી દઈએ કે અત્યાર સુધી દુનિયામાં ૫૦ દેશોમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

કતારના અધિકારીઓનું માનવું છે કે દેશમાં સંક્રમણ દરને વધવા પાછળ રમઝાનમાં મહિનામાં લોકોની ભીડ ભેગી થઈ તે કારણ હોઇ શકે છે. સાથે જ ખાવા માટે પણ લોકો રમજાન ના મહિનામાં એક સાથે ભેગા થતા હતા.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.