ધનવાન બનવું હોય તો શ્રીકૃષ્ણની આ વાત રાખી લો ધ્યાનથી યાદ

53

ભાગવત ગીતામાં માનવીઓની બધી સમસ્યાનું હલ આપેલું છે. તો આજે આપણે જાણીએ શ્રી કૃષ્ણની આ વાત વિશે. શ્રીકૃષ્ણ અને અર્જુન ક્યાંક જઈ રહ્યાં હતાં. માર્ગમાં જીવા નામનો એક ભિક્ષુક મળ્યો. અર્જુને તેને સ્વર્ણ મુદ્રાઓથી ભરેલી થેલી આપી. તે ભિક્ષુક તે લઈને ઘર તરઉ જવા માંડ્યો.

એ જતો હતો ત્યાં એક ચોર ફરતો હતો તેણે તે થેલી તેની પાસેથી લૂટીં લીધી. એ ફરીથી ભિક્ષા માંગવા લાગ્યો. અર્જુને તેને જોયો અને ટોક્યો. જીવાએ તેની બધી આપવીતિ સંભળાવી. આ વખતે અર્જુને તેને એક મણી આપ્યો. ઘરે પહોંચીને તેણે એ મણી એક પાણીના માટલામાં સંતાડી દીધો. ત્યારબાદ તે નિરાંતે સૂઈ ગયો.

આ દરમ્યાન તેની પત્ની પાણી ભરવા જતી હતી તેણે ઘણાં માટલાઓમાંથી એજ માટલું લીધું જેમાં મણી સંતાડેલો હતો. તેની પત્ની તે લઈને નદીએ પાણી ભરવા ગઈ. પાણી ભરતાં ભરતાં તે મણી પાણીમાં પળી ગયો અને તેને કાંઈ જાણ પણ ન થઈ. જીવા ફરીથી ભિક્ષા માંગવા લાગ્યો. આ જોઈને અર્જુન હતાશ થઈ ગયો. આ વખતે કૃષ્ણે અર્જુનને કહ્યું કે તું એને બે રૂપિયા આપ અને એની પાછળ જા.

અર્જુને જોયું કે જીવા માછીમારની જાળમાં ફસાયેલ માછલીને તડપતાં જોઈ રહ્યો હતો. જીવાથી રહેવાયું નહીં અને માછીમારને બે રૂપિયા આપ્યાં અને તે માછલીને છોડાવી દીધી. જીવાએ જ્યારે માછલીને હાથમાં લીધી ત્યારે એકદમ મોંમાંથી કાંઈક ઉબકો આવ્યો. તેણે તેનો મણી મળી ગયો. તરત તેને બૂમો પાડી કે મળી ગયો મળી ગયો.

ત્યાંથી ચોર પસાર થઈ રહ્યો હતો. તેણે આ બૂમ સાંભળીને એકદમ જીવા પાસે આવીને તેને ચોરેલી મુદ્રાની થેલી આપી દીધી અને કહ્યું કોઈને કેહશો નહી.

અર્જુનને કૃષ્ણને પુછ્યું કે તમારા બે રૂપિયાએ એ કામ કરી દીધું જે મણી કે સ્વર્ણ મુદ્રા ન કરી શક્યો. કૃષ્ણે કહ્યું જો કોઈ બીજાનો વિચાર કરે છે તો તે સમયે તે વ્યક્તિનું કામ કરી રહ્યોં હોય છે. અને એની સાથે ઈશ્વર પણ હોય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…