અરે બાપરે..! ગુજરાતના આ શહેરે દિવાળી પર અનોખી ધૂમ મચાવી, ખાઈ શકાય તેવા બનાવ્યા અવનવા ફટાકડા

141

ગુજરાતના આ શહેરે અનોખું આકર્ષણ જમાવ્યું, ખાઈ શકાય તેવા અવનવી વેરાયટી ફટાકડા બનાવ્યા. દિવાળી પર ગુજરાતના આ શહેરે મચાવી ધૂમ. એવા અનોખા ફટાકડા બનાવ્યા કે જાણીને તમે દંગ રહી જશો. ચાલો જાણીએ ખાઈ શકાય તેવા ફટાકડા વિશે.

નિયંત્રણો અને જનમાનસ બન્નેના મુદ્દે આ દિવાળી એ કેવી આતશબાજી થશે તે પ્રશ્ન ધંધાર્થીઓને સતાવે છે. રંગીલું રાજકોટ અવનવા કોન્સેપ્ટ માટે જાણીતું છે ત્યારે દિવાળીમાં રાજકોટીયન્સ માટે આવી ગઈ છે ફ્ટાકડા ચોકલેટ.શહેરના નવલનગર વિસ્તારમાં રહેતો એક યુવતીએ ચોકલેટને રોકેટ, સૂતળી બોમ્બ, લાદી બોમ્બ, જમીન ચકરી, શંભુ અને ટેટા નું સ્વરૃપ આપી બજારમાં મૂકી છે.

રાજકોટમાં કોરોનાકાળમા આ વખતે ફ્ટાકડા ના ધંધા ઉપર ચિંતાના વાદળો છવાયેલા છે. તેવા વિચારે ફ્ટાકડા ચોકલેટ બનાવવાનું શરુ કર્યુંઅને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ખુશીબેન ગોસ્વામી જણાવે છે કે, બાળકોને કોઈ પણ ચીજવસ્તુને ખાવાની આદત હોય છે ત્યારે દિવાળીમાં બાળકો ફ્ટાકડા પણ ખાઈ શકે તો ? આ ચોકલેટ પણ હેલ્ધી છે કારણકે તેની બનાવટમાં ડ્રાયફૂટ, ડાર્ક અને મિલ્ક ચોકલેટનો ઉપયોગ કરાયો છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…