તો આ કારણે થાય છે મહિલાઓને ખીલ, જાણીને તમારી આંખ પહોળી થઈ જશે

157

મોટાભાગના છોકરા-છોકરીઓને જુવાનીમાં ખીલની સમસ્યા રહે છે. ખાસ કરીને આપણા સમાજમાં લોકોએ ડાઘ વગરના ચહેરાને સુંદરતાનું પ્રતિક બનાવી દીધું છે, જે ખોટું છે અને તે કારણ છે કે જયારે છોકરીઓ કિશોરાવસ્થામાં પહોચે છે, તો એક ખીલ નીકળવાથી પણ ટેન્શનમાં આવી જાય છે. જો કે આ ઉંમરમાં ખીલ નીકળવા એકદમ સામાન્ય વાત છે. મોટાભાગે છોકરીઓ 20 ની ઉંમર પછી વિચારે છે કે સારું હવે આ ખીલ માંથી મુક્તિ મળે. પરંતુ શું હકીકતમાં એવું છે?

તે ઉંમર પછી પણ તમને ખીલ નીકળી શકે છે. ત્યાં સુધી કે 30ની ઉંમર પછી પણ ખીલની સમસ્યા થાય છે. મહિલાઓમાં નીકળતા ખીલ ખાસ કરીને હાર્મોન અસંતુલનને કારણે થાય છે. તેને એડલ્ટ એક્ને કહેવામાં આવે છે. ચહેરા ઉપર ખીલ-મુંહાસે નીકળવાથી મહિલાઓને લાગે છે કે તેનાથી તેની સુંદરતા બગડી રહી છે અને ખીલથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય અપનાવવા લાગે છે.

ખીલને કારણે મહિલાઓમાં આત્મવિશ્વાસ નબળો પડવા લાગે છે અને ઘણી મહિલાઓ તો લોકોને મળવા કે ઓફીસ જવાનું ઓછું કરી દે છે. ખીલ નીકળતા જ જો તમે પણ કાંઈ પણ સમજ્યા વિચાર્યે ક્રીમ અને પેસ્ટ લગાવવા જેવા ઘરેલું ઉપાય અપનાવી રહ્યા છો, તો જાણી લો કે કારણ જાણ્યા વગર આ બધી વસ્તુથી કોઈ ફાયદો થશે નહિ. સારું રહેશે કે પહેલા તમે ખીલના કારણ જાણો અને પછી તે મુજબ ઈલાજ અપનાવો.

ખીલ કેમ થાય છે?
આમ જોવામાં આવે તો કોઈ પણ ઉંમરમાં ખીલ નીકળવાની પાછળ બે કારણ છે, પહેલું ત્વચા વધુ તૈલી હોવી અને બીજું બેક્ટેરિયા. તનાવ, ચિંતા, ગંદકી કે ટોમ છિદ્રોના ભરાઈ જવાને કારણે ખીલ થઇ શકે છે. તે ઉપરાંત મોટા ભાગે મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજનના સ્તરમાં ફેરફાર કે હાર્મોન અસંતુલન પણ ખીલ નીકળવાના મુખ્ય કારણ છે.

1. તણાવ :
શું તમે જાણો છો કે તનાવને કારણે પણ શરીરમાં ઘણા પ્રકારના હાર્મોનનું ચક્ર બગડી જાય છે? જયારે તમે ઘણા જ વધુ તણાવમાં કે ડરેલા હો છો, તે દરમિયાન એડ્રેનલ ગ્રંથી માંથી સ્ટ્રેસ હાર્મોન (કોર્ટીસોલ) વધુ પ્રમાણમાં બનવા લાગે છે અને તેથી ત્વચામાં થયેલા અસંતુલનથી ખીલ નીકળવા લાગે છે. વયસ્કોમાં ખીલ થવાનું આ પણ એક મુખ્ય કારણ છે. એટલા માટે યોગ અને ધ્યાનની મદદથી તણાવને ઓછો કરો અને ખુશ રહો.

2. હાર્મોનલ ફેરફાર :
ખાસ કરીને હાર્મોનમાં ફેરફાર થવાને લીધે ત્વચાનું પીએચ સંતુલન બગડી જાય છે અને ત્વચામાં તેલનું ઉત્પાદન થવાનું વધી જાય છે. જેને કારણે ખીલ નીકળવા લાગે છે. જો હાર્મોન અસંતુલનને કારણે તમને ખીલ નીકળી રહ્યા છે તો તેવા સમયે ખીલ ઉપર ક્રીમ કે કોઈ ઘરેલું ઉપાય કરવાથી ઠીક નહિ થાય. તેવી સ્થિતિમાં તમે ડર્મેટોલોજીસ્ટનો સમ્પર્ક કરો.સમાન્ય રીતે માસિક, ગર્ભાશય, બાળકને જન્મ આપ્યા પછી થોડા અઠવાડિયા આછી અને સ્તન પાન દરમિયાન મહિલાઓના શરીરમાં હાર્મોન ઝડપથી બદલાય છે અને એ કારણ છે કે તે દરમિયાન મહિલાઓમાં ખીલની સમસ્યા વધી જાય છે.

3. વાયુ પદુષણ :
તમે જ્યાં રહો છો, ત્યાં ઋતુ અચાનક બદલાઈ જાય, કે ઘણો ઉકળાટ અને ગરમી વાળા વાતાવરણમાં રહેવાને કારણે પણ ખીલ નીકળવા લાગે છે. હકીકતમાં આપણા વાતાવરણની હવામા ઘણા પ્રકારના નુકશાનકારક કેમિકલ ભળેલા હોય છે અને જયારે તે તમારી ત્વચાના સંપર્કમાં આવે છે, તો તેને કારણે જ બળતરા અને ખંજવાળ થવા લાગે છે. સાથે જ આ કેમિકલને કારણે ત્વચા સંક્રમિત થઇ જાય છે અને ખીલ-મુંહાસે નીકળી આવે છે. એટલા માટે પદુષિત સ્થળો ઉપર જવાથી દુર રહો અને જો તમારી ત્વચા સંવેદનશીલ છે, તો ત્વચાને રૂમાલથી ઢાંકીને બહાર નીકળો.

4. ખોટુ ખાવા પીવાનું :
ઘણા લોકો હદથી વધુ તળેલી અને મસાલાદાર વસ્તુ ખાય છે. એવી વસ્તુ શરીરમાં ગરમી વધારે છે. અને પછી તેને કારણે ખીલ નીકળવા લાગે છે. સ્ટ્રેસ અને હાર્મોનલ ફેરફાર ઉપરાંત તમારું ખોટું ખાવું પીવું પણ ખીલ નીકળવા માટે જવાબદાર છે. તેનાથી બચવાનો સીધો ઉપાય છે કે ડાયટમાં પોષ્ટિક વસ્તુ જેવી કે ફળો, લીલા શાકભાજી વગેરેનું સેવન વધારી દો.

5. બ્યુટી પ્રોડક્ટ :
ખરેખર દરેક મહિલાની ત્વચાના પ્રકાર અલગ હોય છે અને તે બિલકુલ જરૂરી નથી કે જે પ્રોડક્ટ તમારા મિત્ર માટે સારી હોય તે તમારા માટે પણ સારી હશે. ચહેરાની સુંદરતા દરેકને સારી લાગે છે અને તેની કાળજી રાખવી સારી વાત છે. ઘણી વખત એવું બને છે કે મહિલાઓ પોતાના મિત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા બ્યુટી પ્રોડક્ટથી પ્રભાવિત થઇને પોતે પણ તેનો ઉપયોગ કરવા લાગે છે અને પછી તેને ખીલ નીકળવા લાગે છે. ઘણી પ્રોડક્ટમાં એવા કેમિકલ હોય હોઈ શકે છે. જેનાથી તમને એલર્જી હોય અને તે લગાવવાથી ખીલ નીકળી શકે છે. એટલા માટે તમારા માટે ખોટી પ્રોડક્ટ ન પસંદ કરો, પરંતુ ઉપયોગ પહેલા એક વખત પેચ ટેસ્ટ કરાવી લો અને પછી તેનો ઉપોગ કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…