આ મંદિરોમાં પ્રસાદમાં મળે છે એવી એવી વસ્તુઓ, કે જાણીને તમે વિચારતા રહી જશો…

108

ઘણાં લોકો તો ભગવાન માટે અલગ-અલગ વાનગીનો ભોગ લાવે છે. જ્યારે ભગવાનને ચઢાવેલ ભોગ પ્રસાદરૂપે પરિવારમાં પણ વહેંચાય છે. એટલા માટે દરેક મંદિરમાં બિરાજમાન દેવી-દેવતાને પ્રસાદરૂપે ભોગ ચઢાવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પૂજા-પાઠમાં પ્રસાદનું ખૂબ જ મહત્વ હોય છે.

કેટલાક લોકો સવારના ભગવાને ભોગ ચઢાવીને પછી જ અન્ન અથવા પાણી લે છે. એટલું જ નહી, દેશના એવા ઘણાં મંદિર છે કે જ્યાં પ્રસાદ સ્વરૂપે સ્વાદિષ્ટ પકવાન ચઢાવવામાં આવે છે, પરંતુ કેટલાક મંદિરો એવા પણ છે જેમાં પ્રસાદ રૂપે અવનવી વસ્તુઓ ચઢાવવામાં આવે છે.

ઓરિસ્સાનુ પ્રસિદ્ઘ પુરીનું મંદિર
પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં ભોગ માટે છપ્પન જાતની વાનગી ચઢાવામાં આવે છે. અહીં લોકોનું પેટ ફૂલ ભરાઈ જાય એટલો પ્રસાદ આપવામાં આવે છે. જો અહી કોઇ ભૂખ્યું આવી ચઢે તો, પ્રસાદથી જ તેનું પેટ જ ભરાય જાય છે.

રાજસ્થાનમાં આવેલું ગોગામેડી મંદિર
આ મંદિરમાં ડુંગળી અને મસૂરની દાળનો ભોગ ચઢાવામાં આવે છે. અહીં આવનારા ભક્તને પ્રસાદ રૂપમાં ડુંગળી આપવામાં આવે છે. તે દરમિયાન લોકો ઘરે જઇને ડુંગળીનો પ્રસાદ શાકભાજી બનાવવામાં ઉપયોગ કરે છે.

તિરૂપતિ બાલાજી
આંધ્રપ્રદેશમાં આવેલા તિરૂપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ રૂપે કાજૂ બદામના ટેસ્ટી લાડું આપે છે. જેથી લોકોની પ્રસાદ લેવા માટે લાંબી લાઇનો લાગે છે.

રત્નાગીરીના ગણપતિપૂળે મંદિર
આ મંદિરમાં બુંદી,પાપડ અને ખીચડીને પ્રસાદના રૂપમાં ચઢાવામાં આવે છે. અહીં આવનારા દરેક ભક્તોને ખીચડી, પાપડ અને બુંદીનો જ પ્રસાદ આપવામાં આવે છે.

ઉજજૈનનું કાળભૈરવ મંદિર
ઉજ્જૈનના આ પ્રસિદ્ધ યાત્રાધામમાં ભૈરવ બાબાને દારૂનો ભોગ ચઢાવામાં આવે છે. પ્રસાદ રૂપમાં દારૂને અહી માત્ર પુરુષોને જ આપવામાં આવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…