ભારતની આ જગ્યાઓમાં આજે પણ વાસ કરે છે રજવાડા સમયની પ્રેતાત્માઓ, જાણો તેનો રોચક ઇતિહાસ…

658
Advertisement

ભૂત પ્રેત વિશે અમુક લોકો માને છે અને અમુક લોકો નથી માનતા પરંતુ ભારતમાં આજે પણ પ્રેતાત્માઓ વાળા સ્થળો મોજુદ છે. ભૂત પ્રેતનું અસ્તિત્વ હોય છે કે નહીં તે મુદ્દો વર્ષોથી ચર્ચાનો વિષય બનેલો છે. ભારતમાં પણ એવી 10 જગ્યાઓ છે કે જેના વિશે આવી જ ચર્ચાઓ વર્ષોથી ચાલે છે. લોકોનું માનવું છે કે ત્યાં રજવાડા સમયની પ્રેતાત્મા વસે છે. ખાલી ભારત દેશમાં જ નહિ પરંતુ વિશ્વના કેટલા એવા દેશ છે જ્યાં આવા પ્રેતાત્મા વાળા સ્થળો મોજુદ છે. તો ચાલો જાણી કયા કયા છે આ સ્થળ.

ડુમસ બીચ, ગુજરાત સુરત
ગુજરાતનું આ બીચ પણ ભુતિયા માનવામાં આવે છે. સુરતનો પ્રખ્યાત દરિયાકિનારા તરીકે ઓળખાતો ડુમસ બીચ પર પણ પ્રેતાત્માઓ વસે છે. ખાસ કરીને રાત્રિના સમયે તેના કારણે આ સ્થળે કોઈ રાત્રિના સમયે જતું નથી. રાત્રીના સમયે ડુમસ બીચ પર અલગ અલગ અવાજો સંભળાય છે અને ત્યાં આત્માઓ પણ આવે છે, તેવું એક તારણ પરથી જાણવા મળ્યું છે. આ દરિયા કિનારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવતાં. સ્થાનિકોનું જણાવવું છે કે અહીં વિચિત્ર અવાજો સંભળાય છે.

ભાનગઢનો કિલ્લો
ભાનગઢનો કિલ્લો માત્ર ભારતની જ નહીં એશિયાની સૌથી બિહામણી જગ્યા છે. ચર્ચાઓ એવી છે કે આ સ્થળે સૂર્યાસ્ત પછી સ્થિતીઓ બદલાઈ જાય છે. માન્યતા છે કે રાજકુમારી રત્નાવતીને એક તાંત્રિક પ્રેમ કરતો હતો, આ વાતની જાણ થતાં રાજકુમારીએ તેને મારવાનો આદેશ આપી દીધો. મરતી વખતે તાંત્રિકે રાજકુમારીને શ્રાપ આપ્યો કે આ જગ્યા બરબાદ થઈ જશે અને અહિયાં વસતા બધા લોકો હેરાન થશે.  આ જગ્યા એવી છે જ્યાં ભારત સરકારે પણ સૂર્યોદય પહેલા અને પછી પ્રવેશની મનાઈ કરી છે. હેવાય છે કે ત્યારપછી એક જ રાત્રિમાં આ ગામ બરબાદ થઈ ગયું.

અગ્રસેનની વાવ
દિલ્હીમાં આવેલી અગ્રસેનની વાવ કનોટ પ્લેસ પાસે આવેલી છે. આ વાવમાં 105 દાદરા છે. 14મી સદીમાં રાજા અગ્રસેએ આ વાવ બનાવી હતી. માન્યતા છે કે આ વાવમાં કેટલીક આત્માઓનો વાસ છે અનેકવાર અહિં કોઈના ચાલવાનો અવાજ પણ સાંભળવા મળે છે. એવું પણ કહેવાય છે કે આ વાવમાં પાણી કાળા રંગનું થઈ ગયું હતું. આ પાણી પીનારા લોકો આત્મહત્યા કરી લેતાં.

કુલધારા ગામ
આ ગામ છેલ્લા 170થી વધારે વર્ષથી વિરાન પડ્યું છે. કહેવાય છે કે એક મંત્રીએ આ ગામની એક બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ યુવતી અને તેના ઘરનાને આ મંજૂર ન હતું. ત્યારપછી મંત્રી ગ્રામજનોને હેરાન કરવા લાગ્યો અને તેમની પાસેથી બમણો કર વસુલવા લાગ્યો. તેના ત્રાસના કારણે લોકો ત્યાંથી જવા લાગ્યા. ત્યારપછીથી કોઈપણ આ ગામમાં આવ્યું નહીં.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…