મૃત્યુ આવતાં પહેલા મળે છે આટલાં સંકેતો, જાણો એક ક્લિક પર

38

મૃત્યુ આવતાં પહેલા ઘણાં સંકેતો મળે છે. પરંતુ બધા લોકો જાણી નથી શકતા તો આજે આપણે ગુરુડ પુરાણ અનુસાર જાણશું. પૃથ્વી પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ વિષય પર ગરુડ પુરાણમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણના એક ભાગમાં જ્યાં વિષ્ણુ ભક્તિનું વર્ણન છે ત્યાં બીજા ભાગમાં પ્રેત કલ્પથી લઈ નર્ક સુધીનું સંપૂર્ણ વૃત્તાંત છે.

જ્યારે કોઈનું મૃત્યુ થાય છે તો ત્યારપછીના 13 દિવસોમાં ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. આ કારણે લોકોના મનમાં માન્યતા થઈ ગઈ છે કે ગરુડ પુરાણ માત્ર મૃત્યુ પછી જ વાંચવાનો ગ્રંથ છે. પરંતુ એવું નથી આ ગ્રંથને દરેક વ્યક્તિએ તેના જીવનકાળમાં વાંચવું જ જોઈએ જેથી પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્કનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય.

આ પુરાણ વાંચીને જાણી શકાય છે કે વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થાય છે. ગરુડ પુરાણ અનુસાર કોઈપણ જીવનો મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે યમના બે દૂત તેની આસપાસ આવી જાય છે. પાપી જીવને આ દૂતથી ભય લાગે છે. જે વ્યક્તિ પુણ્યકાર્ય કરી અને મૃત્યુ તરફ જાય છે તેને એક દિવ્ય પ્રકાશની અનુભૂતિ થાય છે. સત્યવાદી, આસ્તિક, બીજાને ખુશ રાખનાર, ધર્મના માર્ગે ચાલનાર વ્યક્તિનું મૃત્યુ સુખદ હોય છે.

વ્યક્તિની આત્મા તેને દરેક ક્ષણે સાચો અને સારો માર્ગ દેખાડતી જ રહે છે. આત્મા નિશ્ચલ, સ્વચ્છ, શુભ્ર પ્રકાશ પૃથ્વી પર અન્ય કોઈ નથી. જે પણ વ્યક્તિ આત્માનું સ્વરૂપ સમજી જાય છે તેના જીવનમાં કોઈ સમસ્યાઓ રહેતી નથી.

જે વ્યક્તિ બીજાને ખોટાં માર્ગે લઈ જાય છે અને પોતે પણ ખોટાં કામ કરે છે તેમનું મૃત્યુ દર્દભર્યું હોય છે. સંસારની કોઈપણ વસ્તુ મૃત્યુ સમયે તેની સાથે જતી નથી. તે વસ્તુ તેની અત્યંત પ્રિય હોય તો પણ જીવનના અંતે તો તેનો સાથ છૂટી જ જવાનો છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…