રાસબરી ખાવાના છે આટલા બધા ફાયદાઓ કે જાણીને તમે આજથી જ તેને ખાવાનું શરુ કરી દેશો…

78

રાસબરીનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. તે મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેને ગુણોનો ખજાનો કહેવાય છે. ગરમીમાં તેને ખાવી ખૂબ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. તેના સેવનથી ન માત્ર અંદરનું સ્વાસ્થ્ય પરંતુ ઉપરથી ત્વચા પણ સ્વસ્થ રહે છે. તો આવો અમે તમને જણાવીએ કે શુ છે રાસબરી ખાવના ફાયદા અને તેનાથી કઇ કઇ બીમારીઓ દૂર કરી શકાય છે.

આજકાલ લોકો આંખને લગતી સમસ્યાઓથી ખૂબ પરેશાન રહે છે આવા લોકોએ રાસબરીનું સેવન કરવું જોઇએ. જે આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમા રહેલા વિટામિન આંખો અને ત્વચાનું ધ્યાન રાખે છે. રાસબરી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.

100 ગ્રામ રાસબરીમાં લગભગ 46 કેલરી હોય છે. જેનાથી વજન નિયંત્રણમાં રહે છે. રાસબરીના સેવનથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. બ્લડ પ્રેશર અને હૃદય રોગની સંભાવના પણ ઓછી થાય છે. તેની સાથે જ તે અલ્જાઇમરના ખતરાને પણ ઓછો કરે છે.

રાસબરી ખાવાથી હાડકા મજબૂત થાય છે મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસને રોકવામાં રાસબરી ખૂબ મદદરૂપ સાબિત થાય છે. છાલની સાથે રાસબરી ખાવાથી કેન્સર અને ટ્યૂમરના સેલ્સને વધવાથી રોકે છે.

તે કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે અને તેમા રહેલા આયરન બ્લડ સેલ્સના નિર્માણમાં મદદ કરે છે. સાથે જ ગરમીમાં તે ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે ચમકીલી બનાવે છે. હૃદયની સાથે તે મગજને પણ સ્વસ્થ રાખે છે. તણાવને ઓછો કરવામાં રાસબરી ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…