નનામી સામે મળતા આ રીતે તેના દર્શન કરવાથી મળે છે ખુબ જ લાભ, જાણો જલ્દીથી….

275

મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે. લાખ કોશિશો કરી લો પણ તેને ટાળી શકાતું નથી. જે વ્યક્તિ જન્મ લે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. આપણે ઘણાં લોકોને નનામીના દર્શન કરતા અને કોઈ વિશેષ ભગવાનનું નામ ઉચ્ચારણ કરતાં જોઈએ છીએ. એવું કહેવાય છે કે આમ કરવાથી પુણ્ય મળે છે.

શાસ્ત્ર અનુસાર આમ કરવાથી વ્યક્તિના તમામ કષ્ટો, દુઃખો અને અશુભતા નાશ પામે છે. પણ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે લઈ જવાતા તેના દેહને તેનું નામ આપવામાં આવતું નથી. આપણે તેને નનામી કહીએ છે. મૃત્યુ થતાં જ વ્યક્તિ અનામ થઈ જાય છે. નનામીને જોઈને શિવ નામ સ્મરણ કરવાથી મૃત વ્યક્તિને મુક્તિ મળે છે.

આ નિયમ એવો છે કે જેને અપનાવવાથી વ્યક્તિને લાભની પ્રાપ્તિ તો થાય જ છે પણ તેની ભટકતી આત્માને શાંતિ મળે છે. મનુસ્મૃતિ ગ્રંથમાં આ વિશે ઉલ્લેખ છે.

મૃત આત્મા માટે કરો પ્રાર્થના
જે પ્રમાણે શબયાત્રા જોઈને આપણે દરેક મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. એનાથી મૃત આત્માને શાંતિ મળે છે. શબ યાત્રાને જોઈે ત્યાંથી પસાર થતાં લોકો થોડી વાર માટે રોકાઈ જાય છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે. આ હિંદૂ ધર્મનો એક મુખ્ય નિયમ છે. ધાર્મિક દ્રષ્ટિકોણ સિવાય જ્યોતિષની ભાષામાં પણ શબયાત્રાના દર્શન થવા શુભ ગણાવ્યું છે.

માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ શબ યાત્રાને જુએ છે તો તેના અટકી પડેલા કાર્યો પૂરા થવાની સંભાવના વધી જાય છે. એના જીવનના દુઃખ પણ દૂર થઈ જાય છે. તેની મનોકામના પૂર્ણ થઈ જાય છે. પુરાણોમાં એવું વર્ણન જોવા મળે છે કે જે વ્યક્તિ બ્રાહ્મણની અર્થી ઉઠાવે છે તેને પોતાના દરેક કદમ પર એક યજ્ઞ જેટલું પુણ્ય મળે છે.

હિંદૂ શાસ્ત્રો અનુસાર જો કોઈ બ્રાહ્મણ કોઈ અન્ય બ્રાહ્મણના શબને પોતાના સ્વાર્થ કે પૈસા માટે ઉઠાવે છે તો 10 દિવસ સુધી તે અશુદ્ધ રહે છે. માત્ર પાણીમાં ડુબકી મારવાથી તેનું શરીર પવિત્ર માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…