રાજા અંબરીષની કથા અને ગંગાજીનું પૃથ્વી પર કઈ રીતે થયું અવતરણ, જાણો આ પૌરાણિક દંતકથા એક ક્લિક પર

83

મનુષ્યને  જન્મ થયા બાદ નાનપણથી મોટો થવા પર અનેક સારી-ખરાબ પરિસ્થિતિમાંથી મને-કમને કે જાણે-અજાણે પસાર થવું પડે છે. જીવનમાં જેમ જેમ તે આગળ વધતો જાય છે એમ એમ તેના દ્વારા સારાં અને ખરાબ કર્મો થતાં રહે છે, એવી જ રીતે તે પોતાનાં કર્મો પ્રમાણે ફળ મેળવતો થઈ જાય છે. જ્યારે મનુષ્યને તેનાં ખરાબ કર્મનો પસ્તાવો થાય છે ત્યારે તે પ્રાયશ્ચિતરૂપે પાપના નિવારણરૂપે પવિત્ર ગંગામાં સ્નાન કરવા દોડી જાય છે.

એક સમયે ગંગા નદી સ્વર્ગમાં હતી. એને પૃથ્વી પર લાવવા ભગીરથ નામના રાજાએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા વર્ષો સુધી તપ કર્યું હતું. શિવજીએ પ્રસન્ન થઈ ભાગીરથને ગંગાને પૃથ્વી પર અવતરણ માટે વરદાન આપ્યું. છેવટે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું, ગંગાનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે શિવજીએ પહેલાં ગંગાને પોતાની જટામાં ઝીલી લીધી,

અને ત્યારે બાદ ધીરે ધીરે એને પૃથ્વી પર વહેતી કરી, જેથી પૃથ્વી પર એના પ્રવાહને કારણે મનુષ્યને કોઈ નુકસાન ન પહોંચે. ગંગા, હિમાલયમાં આવેલી ગૌમુખ નામની જગ્યાએથી નીકળે છે. ગૌમુખની સમુદ્ર-સપાટીથી ઊંચાઈ 3890 મીટર છે. એ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં, ચીનની સરહદની પાસે આવેલું છે. આ આખો વિસ્તાર પર્વતોવાળો છે. ગંગા ગૌમુખ આગળથી નીકળે છે એને ભાગીરથીના નામે ઓળખાય છે.

કૃત્યા તો ધરતી ધ્રૂજાવતી રાજા તરફ ધસી. પણ, ભગવાન શ્રીહરિએ પોતાનું સુદર્શન ચક્ર કૃત્યા તરફ છોડયું. કૃત્યા અંબરીષ રાજા સુધી પહોંચે તે પહેલા જ સુદર્શન ચક્રએ કૃત્યાનું મસ્તક ધડથી અલગ કરી નાંખ્યું અને ત્યારબાદ સુદર્શન ચક્ર દુર્વાસા તરફ ધસ્યું. આગ ઝરતું સુદર્શન ચક્રને પોતાના તરફ આવતું જોઈ દુર્વાસા ગભરાઈ ગયા અને તેઓ પોતાના બચાવ માટે દોડીને બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કહ્યું, ‘હે ઋષિ! ભગવાનની ભ્રુફૂટી સહેજ વાંકી થાય તો પણ પ્રલય થાય અને મારું સ્થાન પણ અદૃશ્ય થઈ જાય. આથી ભગવાને છોડેલા સુદર્શન ચક્રને રોકનાર હું કોણ?

સુદર્શન ચક્રને રોકવા માટે હું સમર્થ નથી.’ બ્રહ્માજીના આવા વચનો સાંભળી દુર્વાસા મુનિ રક્ષણ માટે ભગવાન શંકર પાસે ગયા. ભગવાન શંકરે દુર્વાસાને કહ્યું, ‘હે મુનિશ્રેષ્ઠ! ભગવાને હવે કાળસ્વરૂપ ધારણ કર્યું છે. આથી તમે સીધા પ્રભુના શરણમાં જાઓ ફક્ત તેમની કૃપા જ આપને સુરક્ષિત કરી શકે તેમ છે.’ આ સાંભળી દુર્વાસા ઋષિ શ્રી ભગવાનના ધામ વૈકુંઠ તરફ દોડયા. દુર્વાસા ઋષિ ભગવાનના ચરણમાં પડી ગયા. શ્રીહરિને વંદન કરી વહેવા લાગ્યા, ‘હે પ્રભુ! મારું રક્ષણ કરો, આપ જ સર્વશક્તિમાન છો દયા કરો, કૃપા કરો.

’ ભગવાને દુર્વાસાને કહ્યું, ‘હે મુનિ! આપે અંબરીષ રાજાને વગર વાંકે દંડ આપ્યો તેથી આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. હવે ફક્ત રાજા અંબરીષ જ તમને સુદર્શન ચક્રના પ્રકોપથી બચાવી શકે તેમ છે. અંબરીષ રાજા મારો પરમ ભક્ત છે અને હું તો સર્વકાળ ભક્તને આધીન છું.’ શ્રીહરિના વચન સાંભળીને દુર્વાસા ઋષિ રાજા અંબરીષ પાસે ગયા અને વિનંતી કરી. રાજા અંબરીષે દુર્વાસા ઋષિને પ્રણામ કર્યા અને સુદર્શન ચક્રને વિનંતી કરી કે તે પાછું શ્રીહરિના શરણમાં ચાલ્યું જાય અને દુર્વાસા ઋષિને ક્ષમા કરે.

રાજા અંબરીષના વચન સાંભળી સુદર્શન ચક્ર પાછું શ્રીહરિની સેવામાં પહોંચી જાય છે અને અંતે રાજા અંબરીષ દુર્વાસા ઋષિને ભાવપૂર્વક ભોજન કરાવે છે. મહત્વની વાત તો એ છે કે, આખીય વાતને એક વર્ષ વીતી ગયું અને એક વર્ષ સુધી રાજા ફક્ત જળનો જ આહાર કરે છે અને અંતે દુર્વાસા ઋષિને પારણા કરાવીને જ પોતે અન્નના પારણા કરે છે. શ્રીહરિને વંદન કરી અંબરીષ રાજા શ્રીહરિમાં પોતાનું મન સ્થાપીત કરી જીવનના બાકીના વર્ષો પ્રભુ ચિંતવનમાં વિતાવે છે.

ગંગા આગળ જતાં દેવપ્રયાગ આગળ એને બદરીનાથ તરફથી આવતી અલકનંદા નદી મળે છે. આ પછી તે ગંગા તરીકે ઓળખાય છે. ગંગા આગળ વધીને ઋષિકેશના મેદાની વિસ્તારમાં પ્રવેશે છે. તે પછી હરિદ્વાર, અલાહાબાદ વગેરે આગળથી વહીને કોલકાતાની પાસે દરિયાને મળે છે. ઋષિકેશથી જ હિમાલયના પહાડોનું ચડાણ શરૂ થઈ જાય છે. ઋષિકેશથી ગંગા કિનારે કિનારે પહાડોની ધારે રસ્તો બનાવેલો છે. નદી ઉપરથી ખીણમાં નીચે તરફ આવે અને આપણે તેના કિનારે ઉપર તરફ જવાનું.

રસ્તો પહાડોની ધારે હોવાથી એ સાંકડો, વાંકોચૂકો અને વળાંકો લેતો આગળ વધે છે. વાહન બહુ સાચવીને ચલાવવું પડે. ગાડી નદીમાં પડી ન જાય એનું ધ્યાન રાખવું પડે. જોકે રસ્તા સારા છે, એટલે એસટી. જેવું મોટું વાહન પણ જઈ શકે છે. આ રસ્તો ઋષિકેશથી ઉત્તરકાશી, હરસીલ વગેરે ગામો થઈને ગંગોત્રી સુધી જાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…