જાણો આંખોના રંગ અને આકાર પરથી વ્યક્તિનો સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે

71
Advertisement

આંખના રંગ પરથી વ્યક્તિના સ્વભાવની ખાસ અને છૂપી વાતોને પણ જાણી શકાય છે. આ વાત તમે અનેકવાર સાંભળી હશે કે ભુરી આંખ વાળા લોકો લુચ્ચા હોય છે. વ્યક્તિની આંખ તેના વ્યક્તિત્વનો અરીસો કહેવાય છે. એવી પણ માન્યતા છે કે બે લોકોની આંખનો કલર એક જેવો હોતો નથી.

તો આજે જાણો શું કહે છે વ્યક્તિની આંખનો રંગ અને આકાર તેના વ્યક્તિત્વ વિશે.
જે વ્યક્તિની આંખના ખૂણાઓ ખૂબ જ અણીદાર હોય તો તેઓ પ્રસંગને જલદી સમજનારા તેમજ તેમની પાસે આવતાં કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરનાર હોય છે.

જે વ્યક્તિની આંખની કીકીનો ભાગ બિલકુલ કાળો દેખાતો હોય તથા ડોળાનો ભાગ તદ્ન સફેદ હોય તેઓ પ્રેમવૃત્તિ વધારે ધરાવતા હોય છે. આવી વ્યક્તિઓ લાગણીશીલ સ્વભાવની અને સંબંધ નિભાવીનારી હોય છે.

જે વ્યક્તિની આંખ માંજરી હોય છે એટલે કે બિલાડીનાં જેવી હોય છે તેઓ હોશિયાર અને બીજાની બનાવટમાં જલદી ન આવનાર હોય છે. આવા પ્રકારની આંખો ધરાવતી સ્ત્રીઓ સાધારણ રીતે આકર્ષક ચહેરાવાળી હોય છે.

જે વ્યક્તિઓની બંને આંખો પાસે પાસે હોય તેઓ વિશ્વાસ પાત્ર નથી હોતી. આવી વ્યક્તિ ખૂબ જ ચાલાક હોય છે અને પોતાની વાત બીજાને ઠસાવવાની શક્તિ ધરાવતી હોય છે. જે વ્યક્તિની આંખો પહોળી તેમ જ ખુલ્લી દેખાતી હોય તેઓ બીકણ સ્વભાવની હોય છે.

જે વ્યક્તિની આંખ સાધારણ રીતે સાંકડી રહેતી હોય તે લુચ્ચા સ્વભાવની સૂચક છે. આવી વ્યક્તિઓને છેતરપિંડી કરવાનું વધુ પસંદ હોય છે. જેની આંખ ભૂરી હોય છે તેઓ અગમ્યવાદને માનનારી હોય છે અને એ વિષયમાં નવીન પ્રકાશ પાડતી હોય છે.

જેની આંખ બિલકુલ ગોળ દેખાતી હોય તેઓ લાગણીશીલ સ્વભાવના હોય છે. તેઓમાં સંશોધનવૃત્તિ વધારે હોય છે. જેની આંખો લાંબી હોવા છતાં ખૂબ જ સાંકડી રહેતી હોય તો તેઓ અન્યને પ્રલોભન આપી તેઓ પાસેથી સહજ રીતે પોતાનું કાર્ય કઢાવી લેતી હોય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…