2020માં વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ રહેશે વૃષભ રાશિમાં, જાણો બીજી રાશિઓમાં કેવી પડશે તેની અસર?

814

જ્યોતિષની ગણતરી મુજબ આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ વૃષભ અને રોહિણી નક્ષત્રમાં રહેશે. વૃષભમાં ચંદ્રગ્રહણ હોવાને કારણે તેની અસર વૃષભ રાશિના લોકો પર જોવા મળશે. ગ્રહણને જ્યોતિષ અને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે.

જ્યારે જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જ્યારે પણ ગ્રહણ આવે છે ત્યારે તે માનવ જીવન પર ઉંડી અસર કરે છે. વર્ષ 2020 નું છેલ્લું ગ્રહણ 30 નવેમ્બરે છે. આ એક ચંદ્રગ્રહણ હશે અને તે એક ઉપચ્છાયા ગ્રહણ તરીકે દેખાશે. જેથી તેની તસવીર થોડીક મંદ પડી જાય છે. તથા ચંદ્રમાનો અભાવ મલિન થઇ જાય છે. જેને ઉપ્છાયા કહે છે.

તેમા ચંદ્રમાં પર એક આછી છાયા નજરે પડે છે. આ ઘટનામાં પૃથ્વીની ઉપચ્છાયામાં પ્રવેશ કરવાથી ચંદ્રમાની છાયા ધુમિલ દેખાય છે. સંપૂર્ણ અને આંશિક ગ્રહણ ઉપરાંત, ત્યાં ઉપચ્છાયા ગ્રહણ પણ થાય છે. ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ એવી સ્થિતિને કહેવામાં આવે છે જ્યારે ચંદ્રમા પર પૃથ્વીની છાયા ન પડીને માત્ર તેની ઉપચ્છાયા પડે છે.

કોઇપણ ચંદ્રગ્રહણ જ્યારે આરંભ થાય છે તો ગ્રહણથી પહેલા ચંદ્રમા પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે. 30 નવેમ્બરે થનારું ઉપચ્છાયા ચંદ્રગ્રહણમાં કોઇપણ પ્રકારનું સૂતક કાળ માન્ય થશે નહીં. એવામાં ગ્રહણથી સંબંધિત કોઇપણ પ્રકારની અસર પડશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર ગ્રહણના સમયે જાતકો પર તેની અસર મન પર પડે છે.

આ દિવસે ચંદ્રમા પૃથ્વીની વાસ્તવિક કક્ષામાં પ્રવેશ કરશે નહીં. અત: તેણે ગ્રહણ કહેવામાં આવતું નથી. વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિ પર લાગશે. જેના કારણથી આ રાશિના જાતકો પર સૌથી વધારે પ્રભાવ આ એક રાશિ પર પડશે. એવામાં વૃષભ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂરત છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…