જાણો મંદિરમાં પ્રદક્ષિણા કરવાનું મહત્વ અને તેનાથી થતાં લાભ વિશે…

95

આ નિયમ પર જ સમસ્ત ઉર્જાતંત્ર કામ કરે છે. ઉત્તરી ગોળાર્ધમાં જો કોઇ શક્તિ સ્થાન છે તો તમે આ સ્થાનની ઉર્જાને ગ્રહણ કરવા ઇચ્છો છો તો તમે ઘડિયાળના કાંટા પ્રમાણે તેને ચારેતરફ પરિક્રમા કરવી જોઇએ. પ્રદક્ષિણાનો અર્થ છે પરિક્રમા કરવી.

ઉત્તર દિશામાં પ્રદક્ષિણા ઘડિયાળની દિશામાં કરવામાં આવે છે. આ ધરતીના ગોળાર્ધમાં એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જ્યારે તમે આમ કરો છો તો તમે ખાસ પ્રાકૃતિક શક્તિઓની સાથે ફરો છો. મંદિર કે અન્ય ધાર્મિક સ્થળોમાં પણ એક ખાસ પ્રકારનું કંપન હોય છે. જે વ્યક્તિને પોતાની તરફ ખેંચતું રહે છે.

આ કારણે જ મોટાભાગના મંદિરોમાં કુંડ હોય છે યા તો પછી મંદિર નદી કિનારે હોય છે. પાણીમાં માથાબોળ ડુબકી લગાવી અને એ જ અવસ્થામાં પાણીમાંથી નીકળી અને મંદિરની પરિક્રમા કરી શકે. જેનાથી ઇશ્વરીય શક્તિઓ અને વ્યક્તિ વચ્ચેનું અંતર ઘટે છે અને સંપર્ક વધે છે.

જો કે પ્રદક્ષિણાનો વધારે લાભ લેવા ઈચ્છતા હોય તો ભીના શરીર કે પછી ભીનાવાળ રાખીને કરવી. આ દ્રશ્ય અનેક જગ્યાઓએ તમે જોયું પણ હશે. લોકો ભીના કપડાં સાથે કે પછી ભીના વાળ હોય અને પ્રદક્ષિણા કરતાં હોય છે. તેનું કારણ છે કે મંદિરની સકારાત્મક ઉર્જાને સારી રીતે ગ્રહણ કરી શકાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…