છુપાઈને ગર્ભપાત કરાવ્યા બાદ હવે ગર્ભ નથી રહેતો..? તો અપનાવો આ ઉપાય

239

હું જ્યારે કુંવારી હતી ત્યારે મારા બૉયફ્રેન્ડ સાથેના સંબંધથી મને પ્રેગ્નન્સી રહી ગઈ હતી. મારાં લગ્નને ચાર વરસ થયાં છે. અમે બાળક માટે પ્રયત્ન કરીએ છીએ પણ પ્રેગ્નન્સી રહેતી જ નથી. એ વખતે બે મહિના થઈ ગયા પછી અબૉર્શન કરાવી લીધેલું. જોકે આ વાત મારા બૉયફ્રેન્ડ સિવાય કોઈને કરી નથી.

અત્યાર સુધી અમે ફૅમિલી પ્લાનિંગ કરતા હતા, પણ હવે અમારે બાળક જોઈએ છે અને છેલ્લા છ મહિનાથી અમે કૉન્ડોમ નથી વાપરતાં છતાં ગર્ભ નથી રહેતો. શું એક વાર અબૉર્શન કરાવ્યા પછી બીજી પ્રેગ્નન્સીમાં તકલીફ પડે? શું મારા પતિમાં કોઈ ખામી હોઈ શકે?

અમારી સેક્સલાઇફથી હું ખુશ છું ને તેઓ મારા ડ્રીમમૅન છે છતાં પ્રેગ્નન્સી નથી રહેતી એની ચિંતા થાય છે. ક્યાંક જૂની વાતો ઉખેળાશે એની બીક રહે છે. જો સેફ રીતે ગર્ભપાત કરાવ્યો હોય તો ડૉક્ટરે જરૂરી કાળજી લીધી જ હોય અને એટલે અમે ગર્ભપાત કરાવીએ તો બીજી વારમાં તકલીફ પડે એ વાતમાં તથ્ય નથી. હા, અબૉર્શન દરમ્યાન જો ગર્ભાશયને બરાબર ક્લીન કરવામાં ન આવ્યું હોય.

તો મૃતભ્રૂણના કોષો અંદર જ રહીને સડે છે અને એને કારણે ઇન્ફેક્શન થાય તો ફર્ટિલિટી પર અસર પડે છે. તમે કુંવારાં હતાં ત્યારે છુપાઈને અબૉર્શન કરાવ્યું હતું એટલે બની શકે કે તમે ઉતાવળમાં કોઈ બિનઅનુભવી ડૉક્ટર પાસે કામ કરાવી આવ્યાં હો. જો ગર્ભપાત દરમ્યાન ગર્ભાશયને અંદરથી સાફ કરવામાં કચાશ રહી ગઈ હોય તો ફૅલોપિયન ટ્યુબ અને ગર્ભાશય બન્નેમાં ઇન્ફેક્શન થઈ શકે છે.

વીર્યસ્ખલન યોનિમાં થયા પછી બે પગના ઘૂંટણ છાતી નજીક રાખીને દસથી પંદર મિનિટ એ જ અવસ્થામાં સૂઈ રહો.  ગર્ભ રહે એ માટે પિરિયડ્સ પછીના પહેલા સાત દિવસ (એક અઠવાડિયું) છોડીને આઠમા દિવસથી એકવીસમા દિવસ (બીજું અને ત્રીજું અઠવાડિયું) સુધીમાં જો વધુ સમાગમ થાય તો ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…