આ લક્ષણો ધરાવતી કન્યા પતિ માટે હોય છે લકી, લગ્ન પછી ચમકાવે છે સાસરીયાના ભાગ્ય

138

શરીર પરના નિશાન વ્યક્તિના ભવિષ્ય અને તેના ચરિત્ર અંગેના રહસ્યો સ્પષ્ટ કરે છે. તો આજે જાણીએ કે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કઈ કન્યા તેના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે. જ્યોતિષ શાસ્ત્રની સામુદ્રિક શાસ્ત્રનું પણ આગવું મહત્વ છે. આ શાસ્ત્રમાં શરીર પરના અંગ અને ચિન્હોના આધારે ફળકથન કરવામાં આવે છે.

– જે સ્ત્રીની જીભ લાલ, કોમળ હોય છે તે પોતાના પરીવારને સુખી રાખે છે. જે સ્ત્રીની નાભિ ઊંડી હોય તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે અને તે લગ્ન પછી તેના પતિના ભાગ્યોદયનું પણ કારણ બને છે.

– જે સ્ત્રીની આંખ હરણ જેવી હોય છે અને આંખના સફેદ ભાગના ખૂણા પર લાલશ હોય તે ભાગ્યશાળી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર હોય છે.

– નાકના આગળના ભાગ પર તલ હોય તે સ્ત્રી પણ સાધન-સપન્ન જીવન જીવે છે. જેના પગના તળીયામાં કમળ, ચક્ર અને શંખના ચિન્હ હોય છે તે પણ પરીવારની પ્રગતિ અને સમૃદ્ધિનું કારણ બને છે.

– જે સ્ત્રીના પગના મધ્ય ભાગમાં ત્રિકોણનું નિશાન હોય તે ચતુર, સમજદાર અને પરીવારને ખુશ રાખનાર સ્ત્રી હોય છે.

– નાભિની આસપાસ તલ કે મસો હોય તેવી સ્ત્રીઓ પણ ભાગ્યશાળી હોય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…