ડુંગળી ખાવાથી થાય છે એવાં-એવાં ફાયદાઓ કે જાણીને તમે….

140

મિત્રો, ડુંગળી તો બધા લોકો ખાતા જ હોય છે. ભોજન સાથે સલાડના રૂપમાં ખાવામાં આવતી કાચી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. કાચી ડુંગળીમાં સલ્ફર તત્વ અને જરૂરી વિટામીન હોય છે જે શરીરના બધા રોગોને દૂર કરે છે. કાચી ડુંગળીને સેંડવિચ, સલાડ કે પછી ભેલ વગેરેમાં ઉપરથી નાખીને ખાઈ શકાય છે.

જો તમને ડર છે કે આ ખાવાથી મોઢામાં વાસ આવશે તો તમે બ્રશ કરી લો. આવો જાણીએ ડુંગળી ખાવાના સ્વાસ્થ્યવર્ધક લાભ. ખૂબ તડકામાં જઈને આવીએ ત્યારે ક્યારેક નાકમાંથી નસકોરી ફૂટીને લોહી નીકળવાની તકલીફ થાય છે. આ તકલીફમાં પણ ડુંગળી લાભ આપે છે.

નસકોરી ફૂટે ત્યારે જો કાચી ડુંગળી કાપીને એ સૂંઘવામાં આવે તો લોહી વહેતું રોકાય છે. કેન્સર જેવી ખતરનાક બીમારીથી બચવા માટે રોજ કાચી ડુંગળીનું સેવન કરો. જેમા રહેલા સલ્ફર શરીરમાંથી કેન્સરના સેલ્સ ખતમ કરવા માટે મદદરૂપ થાય છે. ‘

કાચી ડુંગળી કેન્સર માટે બેસ્ટ માનવામાં આવે છે. ઉનાળામાં જેમ શરીરની ગરમી વધે છે એમ શરીરમાં ઍસિડિટી અને પિત્તનું પ્રમાણ પણ વધતું જાય છે, જેના લીધે છાતીમાં બળતરા, ખાધા પછી પેટમાં અનઇઝી લાગવું, ખાટા ઓડકાર આવવા જેવી અનેક સમસ્યાઓ થાય છે,

અને આ સમસ્યાઓનું નિવારણ કાંદાથી લાવી શકાય. ખરાબ ખાણીપીણી અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણથી ખાસ કરીને લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પીડાય છે. જેના માટે રોજ બે ચમચી ડુંગળીનો રસ પીઓ જોઇએ. જેનાથી કિડનીમાં પથરીની સમસ્યાથી હંમેશા માટે રાહત મળે છે.

વિટામિન એ, સી અને ઈથી ભરપૂર એવી ડુંગળી નિયમિત ખાવાથી ચહેરા પર આવતી વૃદ્ધત્વની નિશાનીઓ એટલે કે કરચલીઓને પણ દૂર રાખી શકાય છે. કાંદામાં રહેલું વિટામિન સી સ્કિનને ચમકદાર બનાવવા માટે ખૂબ મહત્વનું છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…