52 વર્ષના રત્નકલાકારે 40 વર્ષીય વિધવા મહિલા સાથે કર્યા વિવાહ- કારણ જાણીને આંખો ભીની થઇ જશે

172

સુરતમાં એક એવા લગ્ન થયા જેના વિષે જાણીને તમારી આંખ પણ ભરાય જશે. એક રત્નકલાકારે કર્યા એક વિધવા સાથે લગ્ન. હા આ વસ્તુ સામાન્ય છે પણ તેની પાછળનું કારણ જાણીને તમે રડી પડશો. ભારતની લગ્નપ્રથાની પરંપરાની સરાહના કરતો એક કિસ્સો સામે આવ્યો છે. લગ્ન એટલે યુવાનીમાં જ થઈ શકે એવું નથી અને લગ્નની ઉંમર વીતી ગઈ એવું પણ નથી. જીવનના અંતિમ પડાવ સુધી હૂંફ અને સ્નેહ જોઈ તો અંતિમ પડાવમાં પણ લગ્ન થઈ શકે છે. જીવનના દરેક પડાવમાં જીવનસાથી જરૂરી હોય છે.

સુરતનાં આ લગ્ન કરી ચૂકેલા દંપતિમાં જોકે જીવનનો છેલ્લો પડાવ તો નથી પણ તેમ છતાં આ લગ્ન અન્ય માટે પ્રેરણાદાયી ચોક્કસ છે. સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા 52 વર્ષના રસીકભાઈ ગોધાણીએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલા પ્રથમ પત્ની સાથે ડિવોર્સ થયા બાદ એકલતાભર્યા જીવનનો કંટાળો આવતો હતો.

એવું લાગતું હતું કે ‘બડી ઉદાસ હૈ જીંદગી કોઈ તો સાથી ચાહીએ’ આખરે અનુબંધ ફાઉન્ડેશનના પરિચય મેળામાં મને એક વિધવા સ્ત્રીનો પરિચય થયો હતો. તેનું મૂળ વતન અમરેલી છે અને તેનું નામ ભૂમિકા પટેલ છે. તેને બે બાળકો છે, ભૂમિકાની ઉમર 40 વર્ષ છે.

તેને બેન્ને છોકરા જ છે જેમાં એક છોકરાનું નામ જેકિલ છે જે 11 વર્ષનો છે અને બીજા છોકરાનું નામ કાવ્ય છે તેની ઉંમર 6 વર્ષની છે. તેના પતિનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. તેને બાળકોની જવાબદારી લઈ શકે તેવા પિતાની અને મને બાળકો હોય એવી માતાની તલાશ હતી. અમારી તલાશ અનુબંધના માધ્યમથી પુરી થઈ. આજે અમારા લગ્નને ચાર મહિના થયા અમારો ચાર જણાનો પરિવાર ખુબ ખુશખુશાલ છે. પત્નીનું અને મારું જીવન એકદમ સાદુ છે.

તેને રસોઈ બનાવવાનો શોક અને મને ખાવાનો. બન્ને બાળકો મારા બાળકો સમાન છે. હાલ બન્નેનું સ્કૂલમાં એડમીશન પણ લઈ લીધું છે. અત્યારે સ્કૂલ બંધ હોવાથી હું જ બંન્નેને ઘરે અભ્યાસ કરાવું છું. જીવનના છેલ્લા પડાવમાં જીવનસાથી સાથે હોય તો જીવનનો ભાર લાગતો નથી તેથી જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો અને એ નિર્ણય અમારા બન્ને માટે મધુરો છે. અનુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 19 વર્ષમાં અમે અનેક સિનિયર સિટીઝન્સ માટે વિનામૂલ્યે પરિચય મેળા કર્યાં છે.

છેલ્લી ઉંમરે સથવારો મળે અને જીવન બોજા વિનાનું સરળ રીતે પસાર કરી શકે એ હેતુથી અનુબંધ સિનિયર સિટીઝન્સનાં લગ્ન કરાવે છે. જેમાંથી લગભગ 167 જેટલા દંપત્તિ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. પુરૂષને બાળકો હોય એવી ઈચ્છા રાખે કે બાળકોને સંભાળે એવી પત્ની મળે પરંતુ બાળકો ધરાવતી મહિલાને સ્વીકારવા તે મોટાભાગે તૈયાર થતાં નથી આ એક સાચી હકીકત છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…