2021ના કુંભમેળાનું આયોજન 14 જાન્યુઆરીથી કરવામાં આવ્યું છે, જાણો કઈ જગ્યાએ થશે કુંભમેળો

102

ભારત દેશમાં એમાં પણ હિંદુ ધર્મમાં કુંભ મેળાનું ખુબ જ મહત્વ છે, આ મેળામાં અનેક ભક્તો, સાધુઓ અને દિગંબર સાધુઓ પણ ભાગ લેઈ છે, કુંભમેળાને દુનિયાનું સૌથી મોટું ધામિક સંમેલન કહેવામાં આવે છે. આ વખતે કુંભ મેળાનું આયોજન 14 જાન્યુઆરીથી હરિદ્વારમાં થવા જઈ રહ્યું છે.

મકરસંક્રાંતિના દિવસે કુંભ સ્નાનનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વખતે મેળામાં 6 પ્રમુખ સ્નાન છે. જેમાં પહેલું સ્નાન મકરસંક્રાંતિના દિવસે થશે. સ્નાન સિવાય મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય જેવા કામનું પણ વધારે મહત્વ રહેલું છે. કુંભનું બીજુ સ્નાન 11 ફેબ્રુઆરીએ મૌની અમાસે થશે.

ત્રીજુ સ્નાન 16 ફેબ્રુઆરીએ વસંત પંચમીના દિવસે થશે. ચોથુ સ્નાન 27 ફેબ્રુઆરીએ  માઘ પૂર્ણિમાની તિથિએ થશે. પાંચમુ સ્નાન 13 એપ્રિલે ચૈત્રી શુક્લ પ્રતિપદાએ થશે. અને છઠ્ઠુ સ્નાન 21 એપ્રિલે રામ નવમીના દિવસે થશે. જોકે કુંભ મેળામાં સ્નાન માટે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજીયાત છે.

શાહી સ્નાન કરવાની તારીખો
કુંભમેળામાં શાહી સ્નાનનું ખુબ જ મહત્વ છે, આ વખતે કુંભનું શાહી સ્નાન હરિદ્વારમાં થશે. માન્યતા છે કે શાહી સ્નાન જો શુભ મૂહુર્તમાં કરવામાં આવે તો વધારે ફાયદાકારક સાબિત થાય છે. આ મુહૂર્ત સવારે અંદાજીત 4 વાગ્યે શરૂ થઈ જાય છે. આ વખતે કુંભમાં 4 શાહી સ્નાન છે.

પહેલું શાહી સ્નાન : 11 માર્ચ શિવરાત્રી

બીજુ શાહી સ્નાન : 12 એપ્રિલ સોમવતી અમાસ

ત્રીજુ શાહી સ્નાન : 14 એપ્રિલ મેષ સંક્રાંતિ

ચોથુ શાહી સ્નાન : 27 એપ્રિલ વૈસાખી પૂર્ણીમા

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…