વિસેરા રિપોર્ટ આવ્યા બાદ સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇ થયો મોટો ખુલાસો,જાણો

260

બોલિવૂડના એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછીથી જ એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેણે આત્મહત્યા નથી કરી પરંતુ તેનું ખૂન કરવામાં આવ્યું છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આવ્યા બાદ પોલીસે કહ્યું હતું કે, આ એક આત્મહત્યા જ છે. ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતનો વિસેરા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એ વિસેરા રિપોર્ટ માંથી જાણવા મળ્યું તે આશ્ચર્યજનક છે. વિસરા રિપોર્ટમાં મૃતકના પેટમાંથી સેમ્પલ લેવામાં આવે છે જેથી જાણકારી મળી શકે કે તેમા કોઇ નશીલો અથવા ઝેરીલો પદાર્થ છે કે નહી.

પ્રોફેશનલ રાઇવલરીના એંગલથી પોલીસ કરી રહી છે તપાસ

તમને જણાવી દઇએ કે, 14 જૂને સુશાંતે મુંબઇ પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના નિધન બાદથી જ બોલિવૂડના કેટલાક લોકો અને ફેન્સ એ વાતનો આરોપ લગાવી રહ્યા હતા કે સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરિવારવાદ અને નેપોટિઝમનો શિકાર થયા અને તે ડિપ્રેશનમાં આવી ગયા હતા તેથી તેણે આત્મહત્યા કરી લીધી. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં ઘણા લોકોથી પૂછપરછ કરી છે અને તપાસ હાલમાં ચાલૂ છે.

શું છે વિસરા રિપોર્ટમાં?

સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ બાદ વિસેરાના સેમ્પલ મુંબઇની જેજે હોસ્પિટલમાં મોકલવામા આવ્યા હતા. આ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, શરીરમાં કોઇ પણ જાતનો નશીલો કે ઝેરીલો પદાર્થ નથી. આ પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે, સુશાંતની મોત દમ ઘૂટવાથી થઇ છે અને તેના શરીરમાં ક્યાંય પણ કોઇ પણ સ્ટ્રગલના માર્ક્સ નથી. આ આધારે મુંબઇ પોલીસે પણ માની લીધું હતું કે , આ સંપૂર્ણ રીતે આત્મહત્યાનો મામલો છે. પણ વિસેરા રિપોટે કૈક અલગ જ દિશા બતાવી.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…