સુરત: ટ્રેલર ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ ઉડી ગયું પ્રાણપંખીડું, પોલીસ પહોંચે એ પહેલાં એકત્ર થયેલ લોકોએ કર્યું

191

હાલ કોરોના મહામારી વચ્ચે દિવસે દિવસે અકસ્માતના કેસ પણ વધી રહ્યા છે. એવા જ સમયમાં સુરતમાં આજ રોજ એક અકસ્માતની ઘટના સર્જાઈ છે.

સુરત શહેરમાં અકસ્માતનો એક ઘટના બની છે. અકસ્માતમાં એક ટ્રેલર ચાલકે યુવાકને અડફેટે લેતા એનું સ્થળ પર જ મૃત્યુ થયું ગયું હતું. યુવકનાં મૃત્યુ પછી ગુસ્સે ભરાયેલા લોકોના ટોળાએ ટ્રેલરને આગનાં હવાલે કર્યો છે. જો કે, ડ્રાઇવર ક્લિનર સતર્ક હોવાનાં લીધે બહાર નીકળતા બન્નેની ઘટના થઇ હતી. અકસ્માત તેમજ આગનો બનાવને પગલે વિસ્તારમાં દોડધામ મચી હતી.

સુરત શહેરનાં ગોડાદરા રોડ પરથી પસાર થતા એક ટ્રેલર રસ્તા પર જતા યુવકને અડફેટે લઇ લીધો હતો. અકસ્માત પગલે યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતને પગલે લોકોનાં ટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા. થોડા જ સમયમાં ત્યાંના સ્થાનિક લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો તેમજ લોકોએ ટ્રેલરમાં આગ લગાવી હતી. એ પછી આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

આગ લાગી હતી તે સમયે ટ્રેલરમાં ડાઇવર તેમજ ક્લીનર અંદર હતા. જો કે, બન્નેનો બચાવ થયો હતો. આગ લગાવવામાં આવી હોવા અંગેની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બનાવ સ્થળ પર પહોંચીને અકસ્માત સર્જનાર ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી હતી.

અકસ્માત પછી ટ્રેલરમાં આગ લગાવવા બદલે પોલીસે ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુ કરી હતી. તેની સાથે જ પોલીસ દ્વારા અકસ્માતમાં મૃત્યુને ભેટનારા યુવકની ઓળખ સહિતની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં આ પ્રથમ અકસ્માત નથી, એમાં ટ્રેલર કોઈને યમલોક પહોંચાડી દીધા હતા.

સુરત શહેરમાં દિવસમાં ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં પણ ભારે વાહનો શહેરી વિસ્તારમાં કઈ રીતે પહોંછે છે તે પણ મોટો સવાલ છે. એવા પણ આરોપ થયા છે કે, પોલીસનાં જ ઘણા કર્મચારીઓ પૈસા લઈને ભારે વાહનોને સુરત શહેરમાં મનાઈ હોવા છતાં પણ પ્રવેશ આપે છે. આ બાબતે હવે પોલીસ કેવા પગલાં ભરે છે તે જોવા અંગેનું રહ્યું.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…