રાત્રે ઘરમાં એંઠા વાસણ રાખવાથી, ઘરમાં ફેલાય છે અશાંતિ

79
Advertisement

હિન્દુ શાસ્ત્રોમાં ડેલી રુટીનથી સંબંધિત ઘણી પરંપરાઓ બનાવવામાં આવી છે. તમે જોયું હશે કે ઘણાં યંગસ્ટર્સની આદત હોય છે. જ્યાં ભોજન કર્યું ત્યાં જ વાસણ રાખી દેતા હોય છે. ભોજન કર્યા બાદ એંઠા વાસણ એજ જગ્યા પર રાખનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય સફર થતા નથી અને દેવી લક્ષ્મી તેનાથી દૂર રહે છે.

યોગ્ય જગ્યા પર વાસણ રાખવાથી શનિ અને ચંદ્રના અશુભ પ્રભાવ પણ દૂર થાય છે. જેને ફોલો કરનારા હંમેશા સમૃદ્ધ અને આનંદમય જીવન જીવે છે. આજે આધુનિકતાનાની આંધીની દોડમાં સામેલ થયેલા લોકો કહી દેતા હોય છે કે આ પરંપરાઓ જુની હોય છે. પરંતુ એવું નથી કે તેની પાછળ કોઇને કોઇ વૈજ્ઞાનિક આધાર છે.

વિજ્ઞાન કહે છે કે જે ઘરમાં આખી રાત એંઠા વાસણ પડી રહે છે તે લોકોના ઘરે બીમારી ક્યારેય ખતમ થઇ શકતી નથી. કારણકે એંઠા વાસણોમાં નાના-નાના બેક્ટેરિયા પેદા થાય છે અને આખી રાત પડ્યા રહેવાના કારણે તેની સંખ્યામાં વધારો થતો રહે છે. સવારે તેને સાફ કર્યા બાદ પણ બેક્ટેરિયા રહી જાય છે.

આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું કે ગંદા અને એંઠા વાસણ અંગે જેનાથી તમને કેટલાક નુકસાન થઇ શકે છે. રસોઇઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત કરીને રાખવું જોઇએ. રાતે સૂતા પહેલા એંઠા વાસણ અવશ્ય ધોઇ લેવા જોઇએ. આમ કરવાથી મંગળ ગ્રહ શુભ પ્રભાવ આપે છે અને દરેક દેવી-દેવતાઓ તે ઘરમાં વાસ કરે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…