આ હાઈવે પર આજે પણ ભટકે છે આત્માઓ, અને થાય છે ડરામણાં અનુભવ

696

દેશમાં કેટલાંક હાઈવે એવા છે કે ત્યાંથી પસાર થનારને કઈંક અનોખા અને ડરામણાં અનુભવો આજે પણ થાય છે.  કહેવાય છે કે આ માર્ગ પર આત્માઓ ભટકતી હોય છે. નકારાત્મક શક્તિઓ હાવી હોય છે. અનેક પર્યટકોએ આવા કિસ્સા શેર કર્યા છે જેના વિશે સાંભળીને આત્મા કંપી ઉઠે છે. જો તમે ફરવાના શોખિન હોય કે એવું કામ કરતાં હોય જેના કારણે તમારે શહેરથી દૂર જવું પડતું હોય, તો તમે ખાસ વાંચી લો આ સ્ટોરી.

સ્ટેટ હાઈવે 49 ઈસ્ટ કોસ્ટ રોડ
અનેક ડ્રાઈવરોનો અનુભવ છે કે આ રોડ પર આ ચોક્ક્સ સ્થાન પહોંચીએ ત્યારે અચાનક જ ઠંડી લાવવા લાગે છે. એવું પણ મહેસુસ થાય છે કે રસ્તો સંકોચાઈ રહ્યો છે. તો અનેક લોકોએ એવો દાવો પણ કર્યો છે કે રાત્રિના સમયે કેટલીક વાર અચાનક ગાડીની સામે સફેદ સાડી પહેરેલી મહિલા નજર આવે છે.

તે પછી તરત જ એક્સિ઼ડન્ટ થઈ જાય છે. આ રોડ તામિલનાડુને પશ્રિમ બંગાળ સાથે જોડે છે. આ હાઈવે પર ચેન્નાઈ અને પોંડિચેરીની વચ્ચે એક જગ્યા એવી છે કે જે ભારે ડરામણી માનવામાં આવે છે.

દિલ્હી કન્ટોન્મેન્ટ રોડ
કહેવાય છે કે જે લોકોએ તેને લિફ્ટ આપી, તે પછી ક્યારેય નજરે પડ્યાં નથી. જો આ મહિલાના ઈશારો કરવા છતાં કોઈ ગાડી ન રોકે તો તે ગાડીની પાછળ સવાર થઈ જાય છે. કે પછી ગાડીની ઝડપે દોડે છે. આ મહિલા કોઈ વ્યક્તિ નહિં પણ પ્રેતઆત્મા છે, જેનો આત્મા વર્ષોથી અહિં ભટકે છે.

ધોળા કુઆની પાસે વર્તમાન દિલ્હી કેન્ટ વિસ્તારને ભૂતિયો માનવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ મોડી રાતે આશરે 1થી 2ની વચ્ચે આ રસ્તે પસાર થાય તો તેને રસ્તાની વચ્ચોવચ્ચ એક મહિલા ઉભેલી દેખાય છે. જે લોકો પાસે લિફ્ટ માંગે છે.

દિલ્હી જયપુર હાઈવે
રાજસ્થાનમાં અત્યારનો ભાનગઢ કિલ્લો દેશની સૌથી ભયાનક ભૂતિયો વિસ્તાર માનવામાં આવે છે. આ દિલ્હી જયપુર હાઈવેની નજીક આવેલો છે. અનેક લોકોએ એક અજ્ઞાત તાકાતને પોતાને ધક્કો માર્યો હોય તેવું અનુભવ્યું છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…