જાણો સમાજથી અલગ જીવન જીવતા અઘોરી બાવા વિશેની કેટલીક આશ્વર્યજનક વાતો…!

523

મિત્રો, તમે લોકો એ અઘોરી બાવા વિશે તો જાણતા જ હશો અને તેની અમુક વાતો પણ પરંતુ આજે અમે તમને આવી કેટલીક વાતો જણાવીશું જે તમે આજથી ક્યારેય સમાજથી અલગ રહેતા અઘોરી બાવા વિશેની નહિ જાણી હોય તમને જાણીને આશ્વર્ય થશે. અઘોર પંથ સાધનાની એક રહસ્યમયી શાખા છે, જેનું પાલન કરનારને અઘોરી કહે છે. અઘોરી સ્મશાનમાં રહી અને તંત્ર સાધના કરે છે. તેઓની જીવનશૈલી અને સાધનાના કારણે સામાન્ય વ્યક્તિના મનમાં તેમના માટે ભયની લાગણી જોવા મળે છે. આ પંથની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગે આધારભૂત પુરાવા મળતાં નથી.

માન્યતા છે કે આ ધર્મ શૈવ એટલે કે શિવ સાધક સાથે જોડાયેલો છે. તેથી જ સમાજમાં અઘોરી જોવા મળતાં નથી, તેઓ સમાજથી દૂર જ રહી અને જીવન જીવે છે. અઘોરી પંથ તેના વશીકરણ માટે પણ વર્ષોથી ચર્ચામાં રહ્યો છે. આજે જાણો કેવી રીતે અઘોરીઓ વશીકરણ પર મેળવે છે પ્રભુત્વ.

વશીકરણ અને અઘોરી
‘ऊं अघोरेभ्यों घोरेभ्यों नम:’ આ મંત્રનો ઉપયોગ અઘોરીઓ વશીકરણ માટે કરે છે. માનવામાં આવે છે કે આ મંત્ર વશીકરણ માટેનો શ્રેષ્ઠ મંત્ર છે. અઘોરીઓ સાધના અને ઉપાસના કરી અને આ મંત્રને સિદ્ધ કરે છે જેના કારણે તેઓ આ મંત્રથી કોઈને પણ વશ કરી શકે છે. વશીકરણનો પ્રયોગ કોઈપણ પ્રકારના ખોટા કામ કરવા માટે ન કરવો જોઈએ. નહીં તો તેનું પરીણામ ગંભીર આવી શકે છે.

શિવનું રૂપ અઘોરી
અઘોરી સાધુઓને શિવનું રૂપ માનવામાં આવે છે. કારણ કે શિવજીના પાંચમાં રૂપમાંથી એક અઘોર રૂપ પણ છે. આ સાધુઓ પણ ભાંગ, ધતુરાના નશામાં રહે છે.

અઘોર સાધનાના પ્રકાર
અઘોર સાધના ત્રણ પ્રકારની હોય છે. તેઓ સ્મશાનમાં ત્રણ રીતે સાધના કરે છે. પહેલી સાધના શબ સાધના છે, માનવામાં આવે છે કે અઘોરીઓની આ સાધના પછી મડદું પણ બોલવા લાગે છે. શિવ સાધના શબ પર ઊભા રહીને કરવામાં આવે છે.

અઘોર સાધના
શિવનો વાસ સ્મશાનમાં હોય છે, તેથી તેની ઉપાસના મોક્ષ તરફ લઈ જાય છે. તમામ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે અઘોરી સાધુ સ્મશાનમાં રહે છે અને પછી તેઓ હિમાલય અથવા તો જંગલમાં જતા રહે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…