શુ તમે જાણો છો કે શંકર-પાર્વતી પણ રમ્યા હતા જુગાર અને પછી થયું એવું…

157

મિત્રો, ભોળાનાથ અને માતા પાર્વતી વિશે તમે લોકોએ જાણ્યું જ હશે, એકવાર ભગવાન ભોળાનાથે માતા પાર્વતી સાથે જુગાર રમવા ની ઈચ્છા દર્શાવી અને તેમાં ભગવાન ભોળાનાથ હારતા જ ગયા અને એક એવો સમય આવ્યો કે જ્યારે એમની પાસે દાવ પર મુકવા માટે કંઈ પણ ન વધ્યું. ભગવાન ભોળાનાથ હાર્યા પછી પાંદડા ના વસ્ત્રો પહેરી ગંગા ઘાટ બાજુ ચાલી નીકળ્યા.

જ્યારે આ વાત ની જાણ તેમના પુત્ર કાર્તિકેય ને થઇ તો તેઓ પોતાની માતા પાસે જઈ અને ભગવાને હારેલી વસ્તુઓ માંગી. ત્યારે કાર્તિકેયે પણ માતા પાર્વતી સાથે જુગાર રમ્યો પણ આ વખતે માતા હારતાં ગયાં. પોતાની માતા ને જુગાર મા હરાવીને કાર્તિકેય પિતા નો સામાન લઈ ગંગા તટ પર આવ્યા. શિવ સાથે બીજી બધી વસ્તુઓ હારી જવા થી માતા પાર્વતી બહુ જ નિરાશ હતા.

તેમણે પોતાના દુ:ખ નું કારણ ગણેશ ને જણાવ્યું અને પોતાની માતા નું દુ:ખ સાંભળી ભગવાન ગણેશ પિતા શંકર પાસે જુગાર રમવા પહોંચ્યા. હવે ભગવાન ગણેશે ભગવાન શિવ ને જુગાર મા હરાવ્યા અને તે બધી જ વસ્તુઓ લઈ ને માતા પાસે પાછા ગયા. ગણેશ ને જોઈ માતા બોલ્યાં કે ભગવાન શિવ સાથે નો આવ્યા ત્યારે પાછા ગણેશ પિતા ને ગોતવા નીકળી પડ્યા અને તેમને છેટ હરિદ્વાર મા ભગવાન મળ્યા.

ત્યાં ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ અને કાર્તિકેય ગંગા નદી ના તટે ભ્રમણ કરતા હતા. ભગવાન ગણેશે તેમને માતાની ઈચ્છા જણાવી ત્યારે પ્રભુ શંકરએ કીધું કે જો પાર્વતી ફરી તેમની સાથે જુગાર રમે તો તે ત્યાં આવે. આ સમયે પ્રભુના કેહવાથી નારાયણ પોતે આ રમતમા પાસા રૂપે ભાગ ભજવ્યો અને ગણેશજીએ તેમને વચન દીધુ કે માતા પાર્વતી તેમની સાથે જરૂર રમશે. ત્યારબાદ પુત્ર ગજાનન પોતાના પિતાને લઈ માતા પાર્વતી પાસે પહોંચ્યા તો તેમણે પાછુ માતાને પિતા સાથે જુગાર રમવા પ્રેરિત કર્યા.

ત્યારે માતા પાર્વતી આ સંભાળીને હસવા લાગ્યા અને તેમણે કહ્યુ કે પ્રભુ હવે તમારી પાસે એવુ કાઈ નથી જે તમે આ રમતમા દાવ ઉપર લગાવી શકો. ત્યારે થોડીવાર મા નારદ આવ્યા અને તેમણે પોતા ની વીણા તેમજ બીજી વસ્તુઓ ભગવાન ભોળાનાથ ને ધરી દીધી જેને તે દાવ પર લગાવી જુગાર રમી શકે. હવે જુગાર ની રમત ચાલુ થઇ. આ વખતે માતા પાર્વતી સતત હારવા લાગ્યા કેમકે શિવ ઈચ્છા થી ભગવાન વિષ્ણુ પાસા સ્વરૂપે ત્યાં બિરાજમાન હતા અને પાસા શિવ અનુસાર પડતાં હતા.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…