શનિદેવ કરશે 22 જાન્યુઆરીથી નક્ષત્ર પરિવર્તન, આટલી રાશિઓની વધી જશે મુશ્કેલીઓ અને આ 3 રાશિઓના સોનાની જેમ ચમકી ઉઠશે કિસ્મત

37

બધાની કુંડળીમાં નક્ષત્ર હોય છે, અમુક સમયે બધાના નક્ષત્ર બદલતા રહેતાં હોય છે. આજે આ લેખમાં આપણે થોડા જ દિવસોમાં બદલાતા નક્ષત્ર વિશે વાત કરીશું. નવ ગ્રહોમાં શનિની ગતિ સૌથી ધીમી હોય છે. શનિ અઢી વર્ષ પછી તેની રાશિમાં ફેરફાર કરે છે. આ વર્ષે, શનિદેવ તેમના પોતાના સ્વરાશિ મકર રાશિમાં રહેશે.

પરંતુ 22 જાન્યુઆરીએ શનિદેવ શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિના નક્ષત્ર પરિવર્તન થવાની તમામ રાશિ પર શુભ અને અશુભ ફળ રહેશે. શનિની સાડાસતી અને ઢૈય્યાની જેમ, શનિનો પાયો પણ પ્રભાવશાળી છે.

સિંહ, મકર અને મીન રાશિને સોનાના પાયે
આ સમય દરમિયાન તમને સંઘર્ષ બાદ સફળતા મળે તેવી સંભાવના છે. તમને તમારા દુશ્મનો સાથે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ, સિંહ, મકર અને મીન રાશિના જાતકોને આ વર્ષે શનિની પનોતી સોનાના પાયે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે વડીલોની સલાહ લો.

મેષ, કર્ક અને વૃશ્ચિક રાશિ પર તાંબાના પાયે
જ્યોતિષની ગણતરી મુજબ આ વર્ષે મેષ, કર્ક અને વૃશ્ચિક રાશિને શનિની પનોતી તાંબાના પાયે છે. આ રાશિના જાતકોને વધુ લાભ મળશે. કાર્ય-વ્યવસાયમાં પ્રગતિ થશે અને તેમના ભૌતિક સુખમાં વધારો થવાની સંભાવના છે.

મિથુન, તુલા રાશિ અને કુંભ રાશિમાં લોઢાના પાયે
તમને સખત મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે. માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા ખર્ચમાં પણ વધારો થશે. વાહન ચલાવતા ઘ્યાનમાં રાખો નહીં તો તમે અકસ્માતનો ભોગ બની શકો છો. આ વર્ષે, મિથુન, તુલા અને કુંભ રાશિમાં શનિની પનોતી ચાંદીના પાયે છે. આ વર્ષે આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ, કન્યા અને ધનરાશિ પર શનિની ચાંદીના પાયે
આ વર્ષે વૃષભ, કન્યા અને ધનરાશિને શનિની પનોતી ચાંદીના પાયે છે. આ અસરથી આ રાશિના જાતકો માટે આકસ્મિક પૈસા મળશે. કરેલ કાર્ય સફળ થશે. પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશીની સંભાવના છે. સાથે જ આ રાશિના જાતકો તેમના અંગત જીવનમાં સકારાત્મક પરિણામ મેળવશે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…