મીઠાંમાં રહેલી હોય છે ચમત્કારી શક્તિ, આ રીતે ઉપયોગ કરવાથી બની જશો કરોડપતિ…

159

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠાંમાં ચમત્કારી શક્તિ હોય છે. જેના કારણે ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. મીઠું જે રીતે ભોજનનો સ્વાદ વધારે છે તેવી જ રીતે જીવનને પણ સમૃદ્ધ બનાવી શકે છે.

નજરદોષને દૂર કરવા માટે એક ચપટીમાં નમક લેવું અને તે વ્યક્તિ પરથી ત્રણવાર ઉતારી અને ઘરની બહાર ફેંકી દેવું. મીઠાંનો ઉપયોગ નજર ઉતારવામાં સૌથી વધારે થાય જ છે. આ ચમત્કારનો અનુભવ તમારે પણ કરવો હોય તો નમકનો ઉપયોગ રસોઈ ઉપરાંત આ ઉપાય માટે પણ કરવો જોઈએ. વાસ્તુ વિજ્ઞાન અનુસાર જો બાથરૂમમાં એક કાચનું બાઉલ ભરીને મીઠુંં રાખવામાં આવે તો નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.

આખા મીઠાંના થોડા ગાંગડા એક લાલ રંગના વસ્ત્રમાં બાંધી અને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દેવા જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ કરશે નહીં. મીઠાંને હંમેશા કાચના પાત્રમાં જ રાખવું જોઈએ. કારણ કે મીઠું અને કાચ બંન્નેના પ્રભાવથી રાહુના દોષ પણ દૂર થાય છે.

રાત્રે ઊંઘમાં ખરાબ સપના આવતાં હોય તો સૂતાં પહેલા મીઠાંવાળા પાણીથી હાથ-મોં ધોવા. જો ઘરના સભ્યો વચ્ચે ક્લેશ રહેતો હોય તો પોતાં કરવાના પાણીમાં મીઠું ઉમેરી અને પછી તેનો ઉપયોગ કરવો. ઘરમાં સમૃદ્ધિ વધશે અને શાંતિ પણ જળવાઈ રહેશે.

જો ઘરમાં સુખ-સમૃદ્ધિનો અભાવ હોય તો કાચના પાત્રમાં મીઠું ભરી અને ઘરના કોઈ ખૂણામાં રાખી દેવું. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. જો વેપારમાં ઉન્નતિ લાવવી હોય તો ઓફિસના મુખ્ય દરવાજા પર અથવા તિજોરી રાખી હોય તેની ઉપર આ પોટલી બાંધી દેવી. થોડા જ સમયમાં લાભ થશે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…