આજના ગુરુવારના દિવસે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની મહેર

28

મેષ: સમય તમારી બાજુ છે. વર્તમાન સમાંતમાં કરેલી મહેનતનું પૂરું ફળ મળશે. સાથે જ તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળનો અનુભવ કરશો. શાંતિની ઇચ્છામાં કોઇ ધાર્મિક સ્થળમાં સમય પસાર થશે. કોઇપણ વ્યક્તિ સાથે વાતચીત કરતી સમયે સાવધાની રાખો. કોઇ નકારાત્મક વાત તમારા સંબંધોને ખરાબ કરી શકે છે. આળસના કારણે કામને ટાળવાની ઇચ્છા રહેશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે એકાગ્ર રહે.

મિથુન: આજે તમે ખૂબ જ સારી રીતે તમારા કામને અંજામ આપવામાં સફળ રહેશો. તમારી પ્રતિભાને સમજો અને તેમને યોગ્ય દિશામાં લગાવો. ભાઇઓ સાથે કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દે પોઝિટિવ ચર્ચા-વિચારણાં થઇ શકે છે. નેગેટિવઃ- બપોર પછી અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ વસ્તુના ચોરી થઇ જવાનો ભય રહેશે. અનેકવાર કોઇ મુદ્દા ઉપર વધારે વિચાર કરવાથી કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ હાથમાંથી સરકી શકે છે.

સિંહ: આજનો દિવસ ખૂબ જ લાભકારી છે. તમારા ઉદેશ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. દોડભાગ વધારે રહેશે પરંતુ કાર્યની સફળતા તમારા થાકને દૂર કરશે. અનુભવી લોકો સાથે સમય પસાર કરવાથી તમને કઇંક શીખવા મળશે. નેગેટિવઃ- જૂના ઝઘડા ફરી ઊભા થઇ શકે છે. અભ્યાસ કરી રહેલાં બાળકોમાં આળસ રહેશે. રૂપિયાના મામલે કોઇ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. કોર્ટ કેસને લગતો મામલો આજે ટાળી દો.

તુલા: કામને વ્યવસ્થિત રીતે કરવું અને તાલમેલ જાળવી રાખવો તુલા રાશિનો મહત્ત્વપૂર્ણ ગુણ છે. તમારા મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે. સમાજમાં માન-સન્માન રહેશે. નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો અને વધારે અનુશાસિત થઇને રહેવું અન્ય લોકો માટે સમસ્યાઓ ઊભી કરશે. ઘરમાં કોઇ અપ્રિય વ્યક્તિના આવી જવાથી મન નિરાશ રહેશે. થોડો સમય અધ્યાત્મ અને ઈશ્વર આરાધનામાં પસાર કરો

ધન: કોઇપણ મહત્ત્વપૂર્ણ કામમાં ઘરના વડીલોનો સહયોગ લો. તેમની યોગ્ય સલાહથી તમને સફળતા મળશે. આજનો દિવસ મનોરંજનમાં પસાર થશે. નેગેટિવઃ- વધારે ગુસ્સો અને ઉતાવળ કરવાથી બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. આર્થિક મામલે વધારે ધ્યાન આપવાની જરૂર છે. ખર્ચ પણ વધારે રહેશે.

કુંભ: તમારા કામ કરવાના જોશથી તમને સફળતા મળશે. એટલે મહેનતમાં કશું બાકી રાખશો નહીં. રોચક તથા જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવામાં પણ થોડો સમય પસાર કરો. પ્રોપર્ટીને લગતાં કામ થવાની સંભાવના છે. કોઇ સાથે વધારે વાદ-વિવાદમાં પડશો નહીં. આર્થિક મામલે સાવધાની રાખવાની જરૂર છે. આજે વાહનનો પ્રયોગ વધારે સાવધાની પૂર્વક કરો.