તમારી પત્ની વર્જિન છે કે નહી તે જાણવા માટે વાંચો આ લેખ…

114

એક પચીસ વર્ષના યુવાને પ્રશ્ન કર્યો કે મારા લગ્ન પછી મારી પત્ની વર્જિન છે નહિ? તે મારે કઈ રીતે જાણવું જોઈએ?

આજના આ કળયુગ જેવા સમયમાં છોકરો કે છોકરી વર્જિન છે ક નહિ તે જાણવું ખુબ જ જરૂરી છે તેથી આજે અમે તમારા માટે એક એવો લેખ લયને આવ્યા છીએ જેનાથી જાણી શકાય છે આપણા પતિ અથવા પત્ની વર્જિન છે કે નહી..?

મારી ઉંમર પચીસ વર્ષની છે અને ડિસેમ્બર મહિનામાં મારાં લગ્ન થવાના છે. લગ્ન પહેલાં મારી બીજી ગર્લફ્રેન્ડ સાથે હું ઇન્ટિમેટ રહી ચૂક્યો છું. જોકે હવે નવા સંબંધમાં ખૂબ એક્સાઇટેડ છું. મારી એક્સ-ગર્લફ્રેન્ડ સાથે હું પાંચ-છ વાર સંભોગ માણી ચૂક્યો છું, પરંતુ પહેલી વારમાં જે મજા આવેલી એવી મજા એ પછી ક્યારેય નથી આવી.

એ વખતે મૅગેઝિનો વાંચતો ત્યારે ખબર પડેલી કે સ્ત્રીની વર્જિનિટી તૂટે ત્યારે પતિને પણ આનંદ થતો હોય છે. આ વાત મારી એક્સ-ગર્લફ્રેન્ડના સંદર્ભમાં પણ સાચી પડી હતી. હવે મને વિચાર આવે છે કે શું મારી ભાવિ પત્ની વર્જિન હશે તો જ મને એવો આનંદ મળશે? મારી પત્ની વર્જિન છે કે નહી એનો અંદાજ મને કેવી રીતે મળે?

તમારા આનંદ અને તમારી પાર્ટનરની વર્જિનિટીને કોઈ લેવાદેવા નથી. પરંતુ, તમે પોતે વર્જિન હતા એ મહત્ત્વનું હતું. મતલબ કે તમારા માટે એ પ્રસંગ પહેલી વારનો હતો જેને કારણે તમને એ સંભોગ વધુ એક્સાઇટિંગ લાગેલી. સેક્સનો પહેલવહેલી વારનો અનુભવ જો પ્રિય પાત્ર સાથે થાય તો એ રોમાંચક જ રહેવાનો.

તમારી એ પાર્ટનર વર્જિન ન હોત તો પણ એવું જ થાત. વર્ષા સુધી કોઈએ ખાવાનું ન ખાધું હોય ને સામે ગરમાગરમ રોટલીવાળું તૈયાર ભાણું મૂકવામાં આવે તો પહેલી રોટલી તમને વધુ મીઠી લાગે ને એનાથી સંતુષ્ટિ પણ વધુ થાય. એ પછીથી રોજેરોજ ખાવામાં તમારી ભૂખ જરૂર સંતોષાય પણ પહેલી વારની રોટલીમાં જે મીઠાશ અને તૃપ્તિ મળેલી એટલી કદાચ ન પણ મળે. એવું જ કંઈક પહેલી વારના સેક્સનું કહી શકાય.

એ જ કારણે તમારી ધારણા સાવ જ ખોટી છે. તમારી વાઇફ વર્જિન હોય તો જ તમને એવો સંતોષ મળશે એવી ભ્રમણામાં ન રાચશો. મનમાં કોઈ જ ચિંતા રાખશો નહીં કે તમને વાઇફ સાથે કેવો આનંદ મળશે. જો તમે પત્નીને દિલથી પ્રેમ કરશો અને મનમાં શંકાકુશંકાઓને સ્થાન નહીં આપો તો લગ્નજીવન સુખી થશે જ એવો વિશ્વાસ રાખો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…