આંબાલાલ પટેલે કરી આગાહી – ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી તૂટી પડશે વરસાદ, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે

  1004
  Advertisement

  આ વરસાદ શિયાળું પાક માટે ભેજગ્રાહી પણ ગણી શકાય. ઓક્ટોબર માસમાં તા. 15 થી 17ઓક્ટોબર સુધી માં રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદની શક્યતા રહશે. તા. 17માં પણ દરિયાકિનારે ભારે પવન ફૂંકાય અને વરસાદની શક્યતા રહશે.

  ગુજરાતમાં 15થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

  રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15થી 17 ઓક્ટોબર વચ્ચે ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 44.18 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.

  રાજ્યમાં 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. 17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  15 થી 17 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીની પગલે ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પાછોતરો વરસાદ પડી શકે છે.

  લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
  તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

  બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…