સંધ્યાકાળે ક્યારેય પણ ન કરતા આવી ભૂલો, નહીં તો આ જન્મે જ નહીં પરંતુ પરલોકમાં પણ થશો દુ:ખી..!

338

કેટલાક કામ એવા છે કે જે પુરાણો મુજબ સાંજે કરવાની મનાઈ છે. જે લોકો આ વાતોમાં માનતા નથી પુરાણો મુજબ તેમણે આ જન્મમાં જ નહીં પરંતુ પરલોકમાં પણ દુ:ખ ભોગવવું પડે છે. સૂર્યાસ્ત થતા જ નકારાત્મક શક્તિઓ હાવી થઈ જાય છે.

એવી માન્યતા છે કે તેમના દુષ્પ્રભાવને શાંત કરવા માટે કે તેમની શક્તિઓને ક્ષીણ કરવા માટે સવારની જેમ સાંજે પણ દેવી દેવતાઓની આરાધના કરવી જોઈએ. જેના કારણે સકારાત્મકતાનો માહોલ બની રહે છે. આવો આપણે જાણીએ કે એવા કયા કામો છે જે સંધ્યાકાળે ન કરવામાં શાણપણ છે.

– શાસ્ત્રો મુજબ સુર્યાસ્ત સમયે ક્યારેય સૂવું જોઈએ નહીં. ફક્ત બીમાર, વૃદ્ધ કે ગર્ભવતી મહિલાઓ જ સંધ્યાકાળે સૂવું જોઈએ. માન્યતા છે કે સાંજના સમયે દેવી દેવતાઓ પૃથ્વી પરિભ્રમણ કરે છે. જે ઘરોમાં સાંજના સમયે પૂજા પાઠ થતા રહે છે ત્યાં તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જે ઘરમાં લોકો સૂતા રહે છે તે ઘરમાં બરકત થતી નથી.

– આયુર્વેદમાં પણ કહ્યું છે કે જે વ્યક્તિ દિવસના સમયે સૂતો રહે છે તેને અનેક પ્રકારના રોગ ઘેરે છે. આવા વ્યક્તિની આયુ ઓછી થાય છે. મહિલાઓએ ડાબી અને પુરુષોએ જમણી બાજુના પડખે સૂવું જોઈએ. સૂતા સમયે માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં હોવા જોઈએ. પગ પર પગ ચડાવીને સૂવાથી આયુષ્ય ઓછુ થાય છે.

– સંધ્યાકાળે કચરો ઘરની બહાર કાઢવો જોઈએ નહીં. જો ઝાડૂ કાઢવામાં આવે તો સકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને નકારાત્મકતા બળવાન થાય છે.

– શાસ્ત્રોમાં મહિલાઓને ઘરની લક્ષ્મી કહેવાય છે. જે ઘરમાં મહિલાઓનું સન્માન થતું નથી ત્યાં માતા લક્ષ્મીનો પણ વાસ નથી. માતા લક્ષ્મી પણ તે ઘરથી નાતો તોડી લે છે અને ત્યાં ક્યારેય ધન અને વૈભવનો વાસ થતો નથી.

– તુલસી પર સૂર્યોદય થાય ત્યારે જળ ચઢાવવું જોઈએ. સાંજે જળ ચઢાવવું જોઈએ નહીં. સાંજે ફક્ત દીવો કરવો જોઈએ. ઠાકુરજીના ભોગમાં અર્પિત કરવા માટે તુલસી પત્ર સુર્યોદય સમયે જ તોડી શકાય છે. સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ કરવો જોઈએ નહીં. સંધ્યાકાળે તુલસીને સ્પર્શ કરવામાં આવે તો સંચિત પુણ્યો પાપમાં પરિવર્તિત થાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…