આ વ્યક્તિ નહરુ ખાન છે. કેવો કમાલ નો માણસ છે. યુટ્યુબ માં જોઈને,આશ્ચર્યજનક(ગજબ) વસ્તુઓ બનાવી લેઈ છે. સેનિટાઈઝિંગ માટે થોડા દિવસો પહેલા ઔટોમેટિક મશીન બનાવ્યુ હતું તેની ખૂબ પ્રશંસા થઈ. હવે ફરી એકવાર હેડલાઇન્સમાં. આ વખતે તેણે સેન્સર બેલ બનાવ્યો છે. મતલબ, એક એવી ઘંટડી જે તમે સ્પર્શ કર્યા વગર જ વગાડી શકો છો. અને હા, આ ઘંટ પશુપતિનાથ મંદિરમાં ગોઠવાયો છે. સ્વાભાવિક રીતે, ધાર્મિક સ્થળો, મોલ્સ અને રેસ્ટોરેન્ટ વગેરે ‘અનલોક 1’ થી ખોલ્યા. પરંતુ કોરોના ચેપને રોકવા માટે મંદિરની ઘંટડી આવરી લેવામાં આવી હતી. જેથી કોઈ તેમને હાથ ન લગાવે. આવી સ્થિતિમાં નહરુ ખાનની આ શોધ લોકોના દિલ જીતી રહી છે.
મંદિર માટે બનાવો સેંસર વાળો ઘંટ
MP: A man, Nahru Khan has installed contactless bell at Pashupatinath Temple, Mandsaur. He says “We listen to azan, so I thought clanging of bells should also be heard. It works on proximity sensor (able to detect presence of nearby objects without physical contact)”. #COVID19 pic.twitter.com/bjY13EqZk6
— ANI (@ANI) June 13, 2020
નહરુ ખાન 62 વર્ષના છે. તે મધ્યપ્રદેશના મંદસૌરના છે. તેમણે એએનઆઈને કહ્યું, “અમને મસ્જિદોથી અજાન સાંભળવા મળે છે, તેથી મને લાગ્યું કે ઘંટ નો અવાજ પણ સંભળાય.” તેથી તેણે સેન્સર કરેલી બેલ બનાવવાનો નિર્ણય કર્યો. આ ઘંટ નિકટતા સેન્સર પર કાર્ય કરે છે. મતલબ, તમે આ સેન્સરની આસપાસ તમારો હાથ લઈ જાવ એટલે, બેલ વાગવાનું શરૂ થશે.
લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team
તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “બા બાપુજી Ba Bapuji“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…