સ્ત્રીની આ ભુલના કારણે દાંપત્યજીવન મુકાય છે જોખમમાં, જાણો તમારી પત્ની તો નથી કરતીને આ ભૂલ

164

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં બેડરૂમ, રસોડા અને મંદિરની ગોઠવણ કરવામાં આવે તો તેની સકારાત્મક અસર ત્યાં રહેતા લોકોના જીવન પર અચૂક થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં નકારાત્મક અને સકારાત્મક ઊર્જાના પ્રભાવને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે.

તેમાં પણ બેડરૂમની વ્યવસ્થામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો પતિ-પત્નીનું સુખમય જીવન પણ ડામાડોળ થઈ શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં જો ખટરાગ ચાલતો હોય તો તેને પણ વાસ્તુની મદદથી દૂર કરી શકાય છે. ત્યારે જો બેડરૂમ સંબંધિત આ નિયમોનું ધ્યાન જો ન રાખવામાં આવે.

તો સારી રીતે ચાલતાં સંબંધોને પણ તુટતા સમય નથી લાગતો. તો જાણી લો દાંપત્યજીવન માટે કઈ કઈ ભુલ જોખમી સાબિત થઈ શકે છે. બેડ પર અલગ અલગ ગાદલાનો ઉપયોગ ન કરવો. તેનાથી સંબંધોમાં તિરાડ પડે છે.

– નિયમિત રીતે ઘરની સાફ-સફાઈ કરવી. સફાઈનો અભાવ હશે તો ઘરમાં નકારાત્મકતા વધે છે. સફાઈનો અભાવ હોય તો ઘરમાં રહેતા લોકોને માનસિક તાણનો પણ સામનો કરવો પડે છે. સફાઈ સાથે ઘરનું વાતાવરણ સુગંધિત પણ રાખવું. બેડરૂમમાં દેવી દેવતાઓના ફોટા ન રાખવા.

– ઘરમાંથી ન કામનો હોય તેવો સામાન બહાર કરી દેવો જોઈએ. તેમજ જૂની, તુટેલી કે અન્ય પ્રકારની વસ્તુઓ પણ ઘરમાં ન રાખવી. જો વધારાની વસ્તુઓ ઘરમાં રહેશે તો પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ વધી શકે છે.

– રાત્રે રસોડામાં એઠાં વાસણ ક્યારેય ન રાખવા. સૂતા પહેલા બધા જ વાસણ સાફ કરી લેવા. વાસણની જેમ કપડા પણ રાત્રે પલાળીને ન રાખવા. આમ કરવાથી પરીવારની એકતા જોખમાય છે.

– પતિ-પત્નીના સંબંધોમાં બધું જ બરાબર રહે તે માટે પલંગ સાફ રાખવો જોઈએ. પલંગ પર ફાટેલી ચાદર ન પાથરવી. મેલી ચાદર પણ દંપતિના સંબંધોને પ્રભાવિત કરી શકે છે.

– તમામ સમસ્યાઓથી દૂર રહેવું હોય તો દાન-પુણ્ય કરવું પણ જરૂરી છે. ગાયને લીલું ઘાસ, કૂતરાને રોટલી ખવડાવવી ઉપરાંત ભૂખ્યાને ભોજન કરાવવું.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…