પરણિત મહિલાઓએ ભૂલથી પણ ક્યારેય કોઈને આ વસ્તુઓ આપવી જોઈએ નહિ…

393

ભારત દેશમાં પરિણીત સ્ત્રીઓ નિયમિત સોળે શણગાર કરીને રહે છે, આપણે ત્યાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય મોટા ભાગે મહિલાઓ એક બીજાને પોતાની વસ્તુઓ પહેરવા આપી દેતી હોય છે. કોઈ સહેલી કે સગાની સ્ત્રીઓને બીંદી, સેટ, બંગડી જેવી સૌભાગ્યની વસ્તુઓ આપી દેતી હોય છે. આવી વસ્તુઓ કોઈની સાથે શેર કરો મતલબ છે કે પતિ-પત્નીના સંબંધો ખરાબ કરવા.

આંખોનું કાજલ
મહિલાઓએ પોતાનું કાજલ કોઈ સાથે વેંચવુ જોઈએ નહી. ભલે તે કોઈ પણ કેમ ન હોય, માનવામાં આવે છે કે આવુ કરવાથી પતિનો પ્રેમ ઓછો થઈ જાય છે. બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ જાય છે.

માથીની બિંદી
માથા પરથી બીંદી ઉતારી કોઈને આપવી નહી જો આપવી જ હોય તો નવી બીંદી આપવી. દરેક સુહાગન સ્ત્રી એટલે કે સૌભાગ્યવાન સ્ત્રીએ પોતાની માથાની બીંદી કોઈ સાથે શેર કરવી જોઈએ નહી. મહિલાઓના કપાળ પર શોભતી બીંદી સૌભાગ્યનું પ્રતિક છે.

હાથની ચુડી અને પગની પાયલ
પાયલ એ લક્ષ્મીનું પ્રતિક છે જ્યારે બંગડીની ખનકથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આથી કોઈને પણ આ વસ્તુઓ આપવી જોઈએ નહી.

માંગનું સિંદૂર
સુહાગની નિશાની સમાન સિંદૂરને કોઈની સાથે વેચવો જોઈએ નહી. એટલેકે તમે જે ડબ્બીમાંથી સિંદૂર લગાવો છો તે કોઈને આપવી જોઈએ નહી. માન્યતા એ પણ છે કે મહિલાઓએ કોઈની સામે ક્યારેય સિંદૂર લગાવવો જોઈએ નહી.

હાથની મહેંદી
સૌભાગ્યશાળી સ્ત્રીના હાથમાં મહેંદી તેના પ્યારની નિશાની છે. માનવામાં આવે છે કે મહેંદી જેટલી વધારે રંગ લાવે તેટલો જ તેના પતિનો પ્રેમ વધે છે. એટલે ક્યારેય કોઈ સાથે મહેંદી વહેચવી નહી. તમારી વધેલી મહેંદી કોઈ બીજાના હાથ પર ક્યારેય ન લગાવો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…