કોરોના મહામારીમાં છોકરાઓને બનાવી આપો બહાર જેવી જ ઘરે ચોકલેટ, વાંચો બનવાની રીત…!

605
Advertisement

મિત્રો, ચોકોલેટ તો બાળકોને ખુબ જ પસંદ હોય છે. આ કોરોના મહામારીમાં બાળકોને બહારની ચોકોલેટ આપવા કરતા તમે ઘરે જ ટ્રાય કરો આ ચોકોલેટ બનવાની સરળ રીતે, જેથી કરીને તમે બાળકો ને ખુશ કરી શકો અને બહારની ચોકોલેટથી અને કોરોનાથી બચાવી શકો.

સામગ્રી :

  • – 3/4 કપ કોકો પાવડર
  • – 1/3 કપ મિલ્ક પાવડર
  • – 1 કપ આઈસીંગ સુગર અથવા પાવડર સુગર
  • – 3/4 કપ નારિયેળનું તેલ ઓગાળેલું (Oderless oil ) પણ ચાલે

સૌપ્રથમ એક ચારણી માં દળેલી ખાંડ, મિલ્ક પાવડર, કોકો પાવડર ને ચાળી લો..અને તેને મિક્ષ કરી નાખો.

હવે બીજી તરફ એક તપેલી માં પાણી ઉકળવા માટે મૂકી દો ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો તેના ઉપર એક જાડો વાટકો મૂકી તેમાં નારિયેળનું તેલ ઉમેરો તેમાં થોડું-થોડું કરીને ચાળીને રાખેલું મિશ્રણ થોડું થોડું કરીને ઉમેરો અને હલાવતા રહો ધ્યાન રાખો કે તેમાં ગઠ્ઠા ના પડે.

બધું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે તેને નીચે ઉતારી લો ધ્યાન રાખો કે તેમાં બિલકુલ પાણી પડે નહીં તમે જે વાસણનો ઉપયોગ કરો તો એ બિલકુલ કોરા હોવા જોઈએ

હવે તમારી પાસે ચોકલેટ મોલ્ડ હોય તેમાં આ ચોકલેટ ભરી લો મોલ્ડ પર એક્સ્ટ્રા ચોકલેટ લાગી હોય તો તેના પેપર નેપકીનથી સાફ કરી લો હવે આ મોલ્ડ ને ૩ થી ૪ કલાક માટે ફ્રીઝ માં મૂકી દો ત્યારબાદ તેને મોલ્ડ માંથી કાઢી બાળકોને આપો

આ ચોકલેટ ને જ્યારે મોલ્ડ માં ભરીએ ત્યારે તમે એમાં ડ્રાયફ્રુટ ઝીણા સમારેલા ઉમેરી શકો છો …

તમારી પાસે ચોકલેટ મોલ્ડ ના હોય તો જાડા પ્લાસ્ટિક પેપર ઉપર પાથરી અડધો કલાક માટે ફ્રિજમાં મૂકી બહાર કાઢીને તેને કટ આપી દો પછી ફરીથી તેને બે કલાક માટે ફ્રીઝ કરી લો…વેફર ચોકલેટ બનાવ માટે વેફર બિસ્કિટ લાવી ને ચોકલેટ કોટ કરીને ફ્રીઝ કરી દેશો તો બહાર જેવી perk રેડી થસે ..

ચોકલેટ ની સાથે નારીયલ તેલ ની ફ્લેવર બેસી જાય છે તો ક્યારની આવે કે તમે તેલ વાપર્યું છે અથવા તો તમારી પાસે સુગંધ વગરનું કોઈ તેલ હોય તે તમે વાપરી શકો છો અને જ્યારે સાદું તેલ જામી જતું નથી અને નારિયેલ તેલ જામી જાય છે તેથી નારિયેળ તેલમાં ચોકલેટ બનાવશો તો તે જલ્દી ઓગળ સે નહી. કુકિંગ કોકોનટ ઓઇલ સહેલાઈથી બઝારમાં મળી રહે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team

તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…