સાઉથ ઇન્ડિયનની વાનગી મેંદુ વડાનો ટેસ્ટ હવે ઘરે જ માણો

466

દરેક લોકોને સાઉથ ઇન્ડિયન વાનગીઓ તો ખુબ જ પંસદ હોય છે. ખાસ કરીને ઢોંસા, ઇડલી સંભારની અલગ-અલગ રેસિપી ટ્રાય કરી હશે. પરંતુ આજે અમે તમારા માટે સાઉથ ઇન્ડિયનની વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝટપટ બની જશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મેંદુ વડા.. મેદું વડા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની હોય છે.

મેંદુ વડા બનવા માટેની સામગ્રી

મગની દાળ – 100 ગ્રામ
અડદની દાળ – 200 ગ્રામ
ઝીણા સમારેલા લીલા મરચા – 3-4 નંગ
લીલો લીંબડો – 4-5
આદું ખમણેલું – 1 ટુકડો
મીઠું – સ્વાદનુસાર

જાણો કેવી રીતે બનાવાય મેંદુ વડા

સૌ પ્રથમ મેંદુ વડા બનાવવા માટે અડદ અને મગની દાળને બરાબર સાફ કરીને ધોઇ લો. આ દાળને 4-5 કલાક પલાળીને રાખી મૂકો. ત્યાર પછી આ દાળમાંથી પાણી કાઢીને તેને ફરીથી ધોઇ લો. દાળ પીસતા સમયે એક-બે ચમચી પાણી ઉમેરો. દાળ વધારે ભીની ન હોવી જોઇએ. પીસેલી દાળને એક બાઉલમાં કાઢી લો. ત્યાર પછી તેમા આદુ, લીમડાના પાન, લીલા મરચાં અને મીઠું ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી તૈયાર મિશ્રણને હાથમાં લઇને તેને મેંદુ વડાનો આકાર આપી તેમા વચ્ચે એક કાણું કરી દો. હવે આ વડાને ગરમ તેલમાં તરો. આ રીતે બીજા વડા પણ તરી લો. વડા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તરી લો અને તેને બહાર નીકાળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ મેદું વડા. જેને તમે નારિયેળની ચટણી અને સંભાર સાથે સર્વ કરી શકો છો.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…