કડકડતી ઠંડી વચ્ચે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાને લઈ હવામાન વિભાગે કરી આગાહી -ખેડૂતોને થશે મસમોટું નુકસાન

254

હવામાન વિભાગ દ્વારા અવારનવાર ચોમાસાંમાં વરસાદ તથા શિયાળામાં કડકડતી ઠંડીને લઈ આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક આગાહીને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તરના અતિશય ઠંડા પવનોને લીધે સમગ્ર ગુજરાતમાં આખું હાલમાં ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યું છે ત્યારે નવા વર્ષ દરમિયાન 2-3 જાન્યુઆરી એક કુલ 2 દિવસ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી રહી છે.

રાજસ્થાનમાં લો-પ્રેશર સર્જાવાને લીધે ઉત્તર-પૂર્વ ગુજરાતમાં 2 દિવસ વરસાદ પડી શકે છે. આ માવઠું મોટાભાગે સાબરકાંઠા તથા દાહોદ જિલ્લામાં જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ માવઠાને લીધે વાદળાની અસરોથી ગુજરાતના અન્ય વિસ્તારોમાં ઠંડીમાં વધારો થવાંની સંભાવના રહેલી છે.

માવઠાની અસરથી ઉત્તર ગુજરાતના શિયાળુ પાકને અસર થઈ શકે :
2-3 જાન્યુઆરી એમ કુલ 2 દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ સાબરકાંઠા તથા દાહોદમાં માવઠું પડશે. આની સાથે જ શિયાળુ પાક પર વિપરીત અસર પડી શકે છે. આ જિલ્લાઓમાં મુખ્યત્વે ઘઉં, કપાસ, ચણા અને અન્ય કઠોળની શિયાળુ પાક તરીકે ખેતી કરવામાં આવતી હોય છે. વરસાદ પડશે તો ઘઉંના પાકનો વ્યાપક અસર થવાની ભીતિ રહેલી છે.

હજુ ઉત્તરાયણ સુધી ઠંડી યથાવત રહેવાની શક્યતા :
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં હાલમાં ચાલુ રહેલો ઠંડીનો દોર માવઠાને લીધે હવે ઉત્તરાયણ સુધી લંબાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી સરેરાશ મહત્ત્મ તાપમાન 22 ડિગ્રી તથા લઘુતમ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ ઠંડીનું પ્રમાણ ઉત્તરાયણ સુધી જળવાઈ રહે તેવી સંભાવના રહેલી છે. જેને કારણે ખેડૂતોને થોડું નુકસાન થઈ શકે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…